Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ઓનલાઈન વિક્રેતાઓ માટે GST નિયમોમાં રાહત શક્ય

નાના ઉદ્યોગસાહસિકોને ઈ-કોમર્સ દ્વારા તેમના વ્યવસાયને વિસ્તારવામાં મદદ કરશે

નવી દિલ્હી, તા.૧૬: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઓનલાઈન વેચાણ કરતા નાના વિક્રેતાઓ માટે ઞ્લ્વ્ નોંધણીમાં રાહત આપી શકે છે. આ મુદ્દાની જાણકારી ધરાવતા એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ પગલાથી પાંચ વર્ષ જૂના પરોક્ષ કર પ્રણાલીમાં માળખાકીય પરિવર્તન આવશે.

આ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો માને છે કે આ પગલું નાના ઉદ્યોગસાહસિકોને ઈ-કોમર્સ દ્વારા તેમના વ્યવસાયને વિસ્તારવામાં મદદ કરશે. હાલમાં, ભૌતિક સ્વરૃપમાં વેચાણ કરતા વિક્રેતાઓએ વાર્ષિક ૪૦ લાખથી વધુના વેચાણ માટે ઞ્લ્વ્ માટે નોંધણી કરાવવાની જરૃર છે, જ્યારે ઓનલાઈન વેચાણ માટે કોઈ ટર્નઓવર મર્યાદા નથી. દરખાસ્ત મુજબ, ભૌતિક રીતે વેચાણ કરતા અને ઓનલાઈન વેચાણ કરતા વિક્રેતાઓને જીએસટી નોંધણીના સમાન ધોરણના સ્તર પર લાવવામાં આવશે.

આ અધિકારીએ જણાવ્યું હતું કે આ સંદર્ભે ઉદ્યોગ અને વેપાર સંગઠનો પાસેથી અહેવાલો પ્રાપ્ત થયા છે. ઞ્લ્વ્ કાઉન્સિલ આ મુદ્દા પર વિચારણા કર્યા પછી જ નિર્ણય લેશે. નોંધપાત્ર રીતે, દેશમાં ૬૩ લાખથી વધુ બિનસંગઠિત, બિન-કૃષિ નાના અને મધ્યમ વ્યવસાયો છે જેઓ એક તૃતીયાંશ વ્યવસાય કરે છે. તેમાંથી ૨૩ લાખ વેપારીઓ અને લગભગ ૨૦ લાખ ઉત્પાદકો છે. સરકાર નાના ઉદ્યોગો માટે ઈ-કોમર્સની શક્યતાઓ ખોલવા માટે પ્રક્રિયાઓને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે ફરજિયાત ઞ્લ્વ્ નોંધણીને કારણે, ઘણા નાના વેપારીઓ ઓનલાઈન સામાન વેચવાથી દૂર રહે છે.

(2:59 pm IST)