Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સિદ્ધુ મુસેવાલાના મોતથી દુઃખી ૧૭ વર્ષિય પ્રશંસકે ફીનાઇલ પીને કર્યો આત્‍મહત્‍યાનો પ્રયાસ

ચંદીગઢ,તા.૧ : ચંદીગઢને અડીને આવેલા પંજાબના મોહાલી જિલ્લામાં એક ચકચારી મામલો સામે આવ્‍યો છે. જિલ્લાના જંદપુર ગામમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના મળત્‍યુ  બાદ તેના એક ચાહકે ફિનાઈલ પીને આત્‍મહત્‍યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકની ઉંમર સત્તર વર્ષની છે. હાલ તેની હાલત નાજુક હોવાનું સામે આવ્‍યું છે. તેને ફેઝ-૬ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે. તબીબો તેની સારવાર કરી રહ્યા છે.

આ યુવકે ૧૦માં ધોરણ બાદ અભ્‍યાસ છોડી દીધો હતો. તેના માતા-પિતા રોજમદાર તરીકે કામ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે સિદ્ધુ મુસેવાલાના મોટો પ્રશંસક હતો. તે અવારનવાર તેના ગીતો ખૂબ જ સાંભળતો અને તેના નામવાળી ટી-શર્ટ પહેરતો હતો. મૂસેવાલાના મળત્‍યુ બાદ તેઓ માનસિક રીતે અસ્‍વસ્‍થ થઇ ગયો હતો. એટલું જ નહીં તે તેને યાદ કરીને વારંવાર રડતો હતો

(3:01 pm IST)