Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

HDFC-PNBએ લોનના વ્‍યાજદર વધાર્યા

હોમ લોન સહિત પર્સનલ અને કાર લોન થઇ મોંઘી

નવી દિલ્‍હી તા. ૧ : એક તરફ પંજાબ નેશનલ બેંકે લોન મોંઘી કરીને ગ્રાહકોને આંચકો આપ્‍યો છે. બીજી તરફ, HDFC બેંકે પણ મોટો નિર્ણય લેતા હોમ લોન પર રિટેલ પ્રાઇમ લેન્‍ડિંગ રેટમાં પાંચ બેસિસ પોઈન્‍ટનો વધારો કર્યો છે. બેંક દ્વારા સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ નવા દરો 1 જૂન, 2022ના પ્રભાવી ગણવામાં આવશે. એટલું જ નહીં, SBI તાજેતરમાં જ તેના હોમ લોન એક્‍સટર્નલ બેન્‍ચમાર્ક લેન્‍ડિંગ રેટને 40 બેસિસ પોઈન્‍ટ્‍સ વધારીને 7.05 ટકા અને RLLR 6.65 ટકા વત્તા CRP કરવાની જાહેરાત કરી હતી.RBI દ્વારા રેપો રેટમાં વધારા બાદ HDFC લોનના દરો મોંઘા કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, 9 એપ્રિલ, 2022 ના રોજ, HDFC એ વ્‍યાજ દરોમાં 30 બેસિસ પોઈન્‍ટ અથવા 0.30 ટકાનો વધારો કર્યો હતો. તાજેતરના વધારા સાથે, CIBIL સ્‍કોર 780 થી ઉપર ધરાવતા લોકો માટે નવા હોમ લોનના દર 7.00 ટકાથી વધીને 7.05 ટકા થઈ ગયા છે.
HDFC ઉપરાંત, મોટી અને અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકએ 1 જૂનના રોજ તમામ મુદતમાં બેન્‍ચમાર્ક માર્જિન કોસ્‍ટ ઓફ લેન્‍ડિંગમાં 0.15 ટકા સુધીનો વધારો કર્યો છે. આનાથી ઉધાર લેનારાઓને ચૂકવવાપાત્ર માસિક હપ્તાઓમાં વધારો થશે. PNB સ્‍ટોક એક્‍સચેન્‍જોને આપેલી માહિતીમાં જણાવ્‍યું હતું કે માર્જિનલ કોસ્‍ટ આધારિત ધિરાણ દરોમાં આ વધારો 1 જૂન એટલે કે આજથી લાગુ થઈ ગયો છે.
હવે PNBના એક વર્ષનો MCLR 7.25 ટકાથી વધીને 7.40 ટકા થઈ ગયો છે. બેંકની મોટાભાગની લોન માત્ર MCLR પર આધારિત છે, તેથી તે લોનના હપ્‍તો પણ હવે વધશે. MCLR વધવાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સહિત અનેક પ્રકારની લોન મોંઘી થઈ જશે.

 

(3:53 pm IST)