Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

વકિલ વિનીત જિંદાલે અરજી દાખલ કરીને હિન્દુઓની ટારગેટ કિલિંગ પર એક્શન લેવાની માગ કરી

જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની સતત થઈ રહેલી હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં વકિલ વિનીત જિંદાલે અરજી દાખલ કરીને હિન્દુઓની ટારગેટ કિલિંગ પર એક્શન લેવાની માગ કરી છે.

તેમણે વિનંતી કરી હતી કે સુપ્રીમ કોર્ટ આ મામલા પર ધ્યાન આપે. તેમણે અપીલ કરી હતી કે હિન્દુઓની ટારગેટ કિલિંગના સબંધમાં થયેલી અરજીને જન હિત યાચિકા ગણવામાં આવે. જિંદાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એનવી રામનાને પત્ર લખી જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યાઓની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી પાસે કરાવવી જોઈએ.

આ ઉપરાંત દરેક પિડીત પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર તથા પરિવારના એક સદસ્યને સરકારી નોકરી આપવા પણ માગ કરી હતી. માત્ર મે મહિનામાં જ સાત હત્યા થઈ છે. કાશ્મીરમાં થઈ રહેલી ટારગેટ કિલિંગની ઘટનાઓ 1989- 90ની હત્યાઓની યાદ અપાવે છે

(10:55 pm IST)