Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

આઇટી રિટર્ન ફાઈલ કરવાનો છેલ્લો દિવસ :છેલ્લા એક કલાકમાં 4,73,228 ટેક્સ રિટર્ન ફાઈલ થયા

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ત્યાર બાદ પાછળથી દંડ ભરવો પડશે.

નવી દિલ્હી ;  આવકવેરા રિટર્ન ફાઈલ  કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 4 વાગ્યા સુધી છેલ્લા એક દિવસમાં લગભગ 34 લાખ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આ આંકડો પગાર મેળવતા લોકોનો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવી રહ્યું છે. જેમના ખાતાઓ ઓડિટ કરવાના નથી, તેમના માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ત્યાર બાદ પાછળથી દંડ ભરવો પડશે.

આવકવેરા વિભાગે જણાવ્યું કે શનિવાર 30 જુલાઈ સુધી 5.10 કરોડ કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. રવિવાર સુધીના આંકડા જાહેર કરતા ટેક્સ વિભાગે જણાવ્યું કે, છેલ્લા દિવસે સાંજે 4 વાગ્યા સુધી 33,73,975 રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક કલાકમાં 4,73,228 ટેક્સ રિટર્ન ફાઈલ થયા છે. છેલ્લા એક મહિનાથી ટેક્સ ડિપાર્ટમેન્ટ લોકોને મેસેજ અને મેઈલ મોકલીને રિટર્ન ફાઈલ કરવા અપીલ કરી રહ્યું છે, જેથી કરીને દંડથી બચી શકાય.

 

(11:35 pm IST)