Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

IOC માટે માઠી : પ્રથમ કવાર્ટરમાં પેટ્રોલમાં ૧૪ રૂપિયા તો ડિઝલમાં લીટરે ૧૦ની ખોટ ખાધી

૨ વર્ષમાં પહેલીવાર કંપની ખોટના ખાડામાં ઉતરી

નવી દિલ્‍હી તા. ૧ : ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશને એપ્રિલ-જૂન દરમિયાન પેટ્રોલ ૧૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૪ રૂપિયા પ્રતિ લીટરના નુકસાને વેચ્‍યું હતું. જેના કારણે કંપનીને બે વર્ષમાં પ્રથમ ક્‍વાર્ટરમાં ચોખ્‍ખી ખોટ થઈ હતી. દેશની સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ અને ફયુઅલ રિટેલિંગ ફર્મે એપ્રિલ-જૂન દરમિયાન રૂ. ૧,૯૯૨.૫૩ કરોડની ચોખ્‍ખી ખોટ નોંધાવી હતી જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. ૫,૯૪૧.૩૭ કરોડ અને જાન્‍યુઆરી-માર્ચ ક્‍વાર્ટરમાં રૂ. ૬,૦૨૧.૯ કરોડ હતી. આ કારણોસર, બે વર્ષમાં પ્રથમ વખત, IOC એ ત્રિમાસિક ખોટ નોંધાવી છે.

આ નુકસાનને જોતા ઓઈલ કંપનીઓ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. રાજયની માલિકીની ઓઇલ કંપનીઓ BPCL, HPCL અને IOCએ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક અન્‍ય રાજયોમાં ઇંધણના દરોમાં સુધારો કરવાનું બંધ કરી દીધું હતું. લગભગ ૧૩૭ દિવસ પછી માર્ચ-એપ્રિલમાં કુલ ૧૪ ગણો ભાવ વધારો કરવામાં આવ્‍યો હતો. એકંદરે, આ સમયગાળા દરમિયાન તેલના ભાવમાં ૧૦ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. જોકે, મે મહિનામાં સરકારે જનતાને રાહત આપવાના ઉદ્દેશ્‍યથી પેટ્રોલ પર ૮ રૂપિયા અને ડીઝલ પરની એક્‍સાઇઝ ડ્‍યૂટીમાં ૬ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડાથી સામાન્‍ય લોકોને રાહત મળી છે અને પેટ્રોલના ભાવમાં રૂ.૯.૫ અને ડીઝલના ભાવમાં રૂ.૭નો ઘટાડો થયો છે.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો સતત અસ્‍થિર બની રહી છે. લાંબા સમયથી ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યું છે. આ કારણોસર ભારતીય કંપનીઓએ પણ મોંઘા ક્રૂડ ઓઈલની આયાત કરવી પડી રહી છે. જો કે આ સમયગાળા દરમિયાન ભારતે રશિયા પાસેથી ડિસ્‍કાઉન્‍ટેડ ક્રૂડ ઓઈલ પણ ખરીદ્યું છે. જો કે, તેલ કેટલું અને કયા ભાવે ખરીદાયું તે અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી.

એપ્રિલ-જૂન ક્‍વાર્ટરમાં ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત સરેરાશ શ્‍લ્‍ ઼૧૦૯ પ્રતિ બેરલ હતી, પરંતુ રિટેલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ ઼૮૫-૮૬ પ્રતિ બેરલ હતી, જેના કારણે ઓઈલ કંપનીઓને નુકસાન થયું હતું. સરકારે કહ્યું છે કે તેલ કંપનીઓ છૂટક તેલના ભાવમાં સુધારો કરવા માટે સ્‍વતંત્ર છે. જો કે, ત્રણ સરકારી ઓઇલ કંપનીઓએ દરો સ્‍થિર કરવાના કારણો વિશે કોઈ માહિતી આપી નથી.

(11:18 am IST)