Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અમે કંઇ ખોટુ નથી કર્યુ તેમ છતા અમે ગુમાવ્યુ છેઃ નોકીયાના સીઇઓ સહિત સમગ્ર સ્ટાફની આંખમાં પાણી આવી ગયા

જે લોકો શીખવા અને સુધરવાની ના પાડે છે તે એક દિ' ખોવાઇ જાય છે

નોકીયા માઇક્રોસોફટ દ્વારા હસ્તગત  કરવાની જાહેરાત કરવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં નોકીયાના સીઇઓએ પોતાનું ભાષણ પુરૃ કરતા પહેલા કહ્યુ કે અમે કંઇ ખોટુ નથી કર્યુ પણ તેમ છતા અમે ગુમાવ્યુ છે.

આ ભાષણ વખતે તેમના સહિત તેમની આખી મેનેજમેન્ટ ટીમની આંખોમાં આસું હતા.

નોકીયા એક આદરણીય કંપની હતી. તેમણે પોતાના ધંધામાં કશું ખોટુ નહોતુ કર્યુ, જો કે વિશ્વ બહુ ઝડપથી બદલાઇ ગયુ છે. તેમના હરીફો બહુ પાવરફુલ હતા.

તેઓ નવુ શીખવાનું અને બદલવાનું ચૂકી ગયા અને આમ તેમણે મોટા થવાની તક ગુમાવી હતી. તેમણે મોટી આવક ઉભી કરવાની તક તો ગુમાવી જ પણ તેમણે ટકી રહેવાની તક પણ ગુમાવી હતી.

આ સમગ્ર ઘટનાનો સાર એ છે કે જો તમે બદલાશો નહી તો તમે હરીફાઇમાંથી નીકળી જશો. તમે નવું શીખવા ના માંગો તેમાં કશું ખોટુ નથી પણ જો તમે તમારા વિચારો અને મગજ સમય સાથે નહી ચલાવો તો તમે ભૂંસાઇ જશો.

સમગ્ર ઘટનાનો સાર શું?

(૧) ગઇ કાલે જે તમારા માટે ફાયદાકારક હતુ તે આવતી કાલના ટ્રેન્ડમાં બદલાઇ પણ શકે છે. તેને તમારા હરીફો યોગ્ય રીતે પકડી છે અને તમે કશું નહી કરો તો તમે ફેઇલ થઇ શકો છો.

(૨) તમારી જાતે તમારી જાતને બદલો એ તમારા માટે બીજી તક છે. જો બીજા તમને જબરદસ્તીથી બદલાવે તો તે ગુમ થઇ જવા સમાન છે. જે લોકો શીખવા અને સુધરવાની ના પાડે છે તે એક દિવસ ચોકકસ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર નીકળી જાય છે. તેમને આ પાઠ સખત અને ખર્ચાળ રીતે ભણવાનો વારો આવે છે.

(11:35 am IST)