Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રિયાધમાંથી ૮ હજાર વર્ષ પ્રાચીન મંદિર-વેદીના અવશેષો મળ્યાઃ ખાડી દેશમાં મૂર્તિ પૂજાની સંસ્કૃતિનું અનુમાન

વિશ્વના સૌથી શુષ્ક પ્રદેશ સાઉદી અરબની રાજધાની સુનિયોજીતનગર રચના સાથે રણપ્રદેશમાં નહેરો, પાણીના કુંડ સહિત જટીલ સિંચાઇ પ્રણાલી પણ મળી

 

રિયાધ તા. ૧ઃ સાઉદી અરબની રાજધાની રીયાધના દક્ષીણ-પશ્ચિમ વિસ્તારમાં અલ-ફો સાઇટ ઉપર ૮ હજાર વર્ષ પ્રાચીન શહેરની ખોજ કરવામાં આવી છે. જેમાં એક મંદિર અને વેદીના કેટલાક અવશેષો પણ મળ્યા છે.

પુરાતત્વ વેદોએ સંભાવના દર્શાવી છે કે, અહીં એ સમયે એવા લોકો રહેતા હશે જે પૂજા અને અનુષ્ઠાન કરતા હોય. રોક-કટ નામનું મંદિર તુવાઇક પહાડના કિનારે છે. આ તટને અલ-ફો ના નામે ઓળખવામાં આવે છે.

સાઉદી અરબના નેતૃત્વમાં કેટલાય દેશોની પુરાતત્વવેદોની ટીમે સાઇટનું સર્વેક્ષણ કર્યું હતું. જેમાં એરીયલ ફોટોગ્રાફી, રિમોટ સેંસીંગ, લેઝર સેસીંગ વગેરેનો ઉપયોગ કરવામાં આવેલ હતો. અવશેષો નવપાષાણ યુગની માનવ વસાહતોના હોવાનું જણાવાયું હતું. આ શહેરમાં ર૮૦૭ મકબરા પણ મળ્યા છે. જે અલગ-અલગ મેદાનમાંથી મળેલ શિલાલેખોમાંથી એકમાં કહેલ નામના દેવતાનો ઉલ્લેખ છે.

આ સાઇટ ઉપર સાંસ્કૃતિક સંપદા સીવાય સુનિયોજીત શહેરની પણ ખોજ કરવામાં આવી છે. જેના ચારેય ખુણા ઉપર ટાવર છે. દુનિયાની સૌથી શુષ્ક ધરતી અને રણપ્રદેશના વાતાવરણમાં નહેરો, પાણીના કુંડ અને અનેક ખાડાઓ સહિત જટીલ સિંચાઇ પ્રણાલીનો ખુલાસો થયો છે.

અલ-ફો માં ઘણા વર્ષોથી અધ્યયન ચાલી રહ્યું છે. પુરાતત્વવિદો મુજબ અહીં મંદિર અને મૂર્તિઓની પૂજાની સંસ્કૃતિ હતી. પ્રાચીન મંદિરનો મોટા ભાગનો હિસ્સો નષ્ટ થઇ ચૂકયો છે, પણ પથ્થરના ઢાંચાના અવશેષ હાજર હોવાનું આરબ ન્યુઝે જણાવેલ હતું.

પુરાતત્વવિદોનું અનુમાન છે કે, અહીં મોટી માનવ વસાહત હશે. અનેક ખડકો ઉપર તસ્વીરો બનેલી છે. જેનાથી તે સમયની સ્થિતિ, રહેણી-કહેણી, લડાઇઓ અને દેનિક ગતિવિધીઓની જલક મળે છે.

(11:36 am IST)