Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021 નો હેતુ પ્રેસની સ્વતંત્રતાનો દુરુપયોગ અટકાવવાનો છે : તેનાથી કોઈ પણ પ્રકારના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું નથી : વાણી સ્વાતંત્ર્ય ઉપર અસર થવાના પુરાવાઓ બહુ ઓછા છે : આઈ.ટી.રૂલ્સ 2021 ને પડકરતી પિટિશન મામલે કેન્દ્ર સરકારનો દિલ્હી હાઇકોર્ટને જવાબ

ન્યુદિલ્હી : આઈ.ટી.રૂલ્સ 2021 ને પડકારતી  પિટિશન અંગેના જવાબમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021 નો હેતુ પ્રેસની સ્વતંત્રતાનો દુરુપયોગ અટકાવવાનો છે . તેનાથી કોઈ પણ પ્રકારના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું નથી .વાણી સ્વાતંત્ર્ય ઉપર અસર થવાના પુરાવાઓ બહુ ઓછા છે .માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 (IT નિયમો, 2021) માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT અધિનિયમ), 2000 ના દાયરામાં છે.

ઉલ્લેખનીય છે કે ફાઉન્ડેશન ફોર ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમ દ્વારા આ નિયમોને પડકારવામાં આવ્યા છે જે ફાઉન્ડેશનના ડિરેક્ટર અને ધ વાયર ફાઉન્ડિંગ એડિટર એમકે વેણુ અને ધ ન્યૂઝ મિનિટના મુખ્ય સંપાદક ધન્યા રાજેન્દ્ર દ્વારા પણ પ્રકાશિત કરાયેલ છે. આ નિયમોને પડકારતી અરજીઓ દિલ્હી હાઇકોર્ટમાં ધ ક્વિન્ટ, ઓલ્ટ ન્યૂઝ અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ દાખલ કરવામાં આવી છે.

જેનો જવાબ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ભારત સરકારના ઉપસચિવ અમરેન્દ્ર સિંહ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:04 pm IST)