Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અસામાજિક તત્વોમાં ફ્રીમાં દારૂ આપવાની ના પાડનાર વેટરની માર મારી હત્યા કરી

ગોરખપુરમાં મનીષ હત્યાકાંડને લઇને હડકંપ હજુ રોકાયો નથી કે અહીં વધુ એક હત્યા થઇ છે

ગોરખપુર,તા.૧: જિલ્લામાં રામગઢતાલ વિસ્તારમાં ગુરુવારે રાતે હિસ્ટ્રીશીટરના ભાઈ અને તેમના સાથીઓએ કર્મચારીઓને ઢોર માર મારને મારી નાંખ્યો છે. કર્મચારીનો વાંક એટલો હતો કે તેણે તેમને ફ્રીમાં દારુ આપવાની મનાઈ કરી દીધી હતી. આ વાતથી ગુસ્સે ફરાયેલા હિસ્ટ્રીશીટરના ભાઈ અને સાથીઓએ તેની હોકી અને દંડાથી ખરાબ રીતે માર માર્યો હતો. કર્મચારીને છોડાવવા માટે ગયેલા તેના સાથીને પણ ખરાબ રીતે ઈજા પહોંચી છે. અસામાજિક તત્વોના હુમલામાં કેટલાક કાઉન્ટર તો કેટલાક મેજની નીચે છુપાઈ ગયા હતા.

હુમલાખોરો ફરાર થવા પર ઘાયલ બન્ને કર્મચારીઓની સારવાર માટે પાસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સ્થિતિની ગંભીરતાને જોઈને ડોકટરોએ મેડિકલ કોલેજ રિફર કરી દેવામાં આવ્યા. રસ્તામાં એક કર્મચારીનું મોત થયું. એક કર્મચારીની સારવાર ચાલી રહી છે. જાહેરમાં ગુંડાગર્દીના આરોપીઓની પોલીસે તપાસ શરુ કરી દેવામાં આવી છે.

પિટાઈ કરનારા આરોપીઓની તસ્વીર પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મહારાજગંજમાં રહેનારા નાગેન્દ્ર પ્રતાપ સિંહના રામગઢતાલ થાના વિસ્તારમાં વરદાયિનીની પાસે મોર્ડલ શોપ છે. તેમના દીકરા મનીષ  સિંહ તેનું સંચાલન કરે છે. મધ્ય પ્રદેશના  રીવા જિલ્લાના પનગઢી નિવસી શ્રવણ પ્રજાપતિનો ૨૩ વર્ષનો દીકરો મનીષ પ્રજાપતિ મોર્ડલ શોપ પર કેન્ટીન કર્મચારીના રુપમાં કામ કરતો હતો.

આરોપ છે કે કોતવાલી વિસ્તારના હિસ્ટ્રીશીટરના ભાઈ પોતાના સાથીઓની સાથે પહોંચ્યો. ઓર્ડર લેવા આવેલા કર્મચારીથી તમણે દારુ લાવવા માટે કહ્યું તો કેન્ટીન કર્મચારીએ પૈસા માંગ્યા. કહ્યું કે પૈસા વગર દારુ નહીં મળે. આનાથી નારાજ થઈને એક યુવકના હિસ્ટ્રીશીટરનું નામ લઈને કહ્યું કે શું અમને નથી ઓળખતા. કહીને તેને માર મારવા લાગ્યા. મનીષ પ્રજાપતિને હોસ્પિટલ લઈ જવાતા તેમનું મોત થયું.

(9:54 am IST)