Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગુજરાતમાં મુદ્રા લોનની એનપીએમાં ૫૪ ટકાનો વધારો

મહામારીના કારણે કેશફલો ઘટવાનું મુખ્ય કારણ

અમદાવાદ, તા.૧: મહામારીના કારણે કેશ ફલોમાં ઘટાડો અને મહામારી પછી તેમાં ધીમ રીકવરીના કારણે માઇક્રો એન્ટરપ્રાઇઝસ, ફેરીયાઓ, નાના વેપારીઓ અને મોસમી ધંધાઓને સૌથી વધારે અસર ગત એક વર્ષમાં થઇ છે.

આ નાના ધંધાર્થીઓ પોતાની લોન ચૂકવવા માટે અશકત બનતા પ્રધાનમંત્રી મુદ્રા યોજના પર બેડ લોનનું ભારણ વધી ગયું હતું. આ યોજના હેઠળ એપ્રિલ થી જૂન ૨૦૨૧ના ત્રિમાસીકમાં ગયા વર્ષના તે ત્રિમાસીકના ૧૯૨૦.૨૯ કરોડની સરખામણી ૧૦ ટકા વધારે એટલે કે ૨૦૮૯.૨૨ કરોડની નવી લોન અપાઇ હતી. જયારે એ જ સમયગાળામાં આ યોજનાની એનપીએ પપ૪.૫૪ કરોડથી ૫૪.૧૭ ટકા વધીને ૮૫૬.પર કરોડ થઇ ગઇ હતી.

નિષ્ણાંતો અનુસાર મુદ્રા યોજના હેઠળ લોન લેનારા મોટા ભાગના નાના વેપારીઓ, ફેરીયાઓ હોય છે જેમને મહામારી દરમ્યાન સૌથી વધારે અસર લોકડાઉનમાં થઇ હતી.

એસએલબીસીના કન્વીનર એમ એમ બંસલે કહ્યું લોકડાઉન પછી નાના ધંધાઓને મોટી અસર થઇ હોવાથી તેમની પાસે પુરતી મૂડી કે કન્ટીજન્સી ફંડનો અભાવ છે. માંગ ઘટી હોવાથી તેમની આવકને અસર થઇઇ હોવાથી તેમની લોન ચૂકવવાની ક્ષમતા નબળી પડતા ઘણા લોન એકાઉન્ટને એનપીએમાં મુકવાની નોબત આવી છે.

(11:55 am IST)