Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

લિવ ઇનમાં રહેતી યુવતીની પ્રેમીએ કરી ચાકુથી હત્યા

હરિયાણાના હસ્સારની ચોંકાવનારી ઘટના : મૃતક મહિલાની પુત્રીએ નાનીને જાણ કરતાં તેમની ફરીયાદના આધારે આરોપી સામે ફરીયાદ નોંધાઇ

હિસાર,તા.૧: હરિયાણાના હિસારમાં પ્રેમીએ પોતાની પ્રેમીકાને ચાકુથી હુમલો કરી હત્યા કરી દીધી છે. પ્રેમિકને તેણે ચાકુના ૧૫ ઘા માર્યા. પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ પોતાનો પણ જીવ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન રહ્યો. બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને ઘટનાના સમયે મૃતક યુવતી સુનિતા પોતાના ૧૦ વર્ષની દીકરીની સાથે રામલીલા જોઈને પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં જ પ્રેમી સુનીલે તેની પર હુમલો કરી દીધો. પોલીસે મૃતક સુનીતાની માતાના નિવેદન પર તેના પ્રેમી સુનીલની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લીધો છે. હત્યાનો શક તેની પર ન જાય તે માટે તણે મૃતકની દીકરીને એક વાર્તા સંભળાવી અને પછી ઘાયલ સુનીતાને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ચૂક્યું હતું.

જ્યારે સુનીતાની દીકરીએ ઘટના વિશે ઘરના સભ્યોને જણાવ્યું તો સુનીલે પોતાને ચાકુ મારીને જીવ આપવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી તેને કસ્ટડીમાં લઈ લીધો છે. મૃતકના શરીર પર ૧૫ જગ્યાએ ચાકુના નિશાન મળ્યા છે. મળતી જાણકારી મુજબ, લાઇનપાર વિસ્તારમાં રહેતી સુનીતાની ૧૨ વર્ષ પહેલા પંજાબમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણે ત્રણ બાળકોને જન્મ આપ્યો અને પતિનું મોત થઈ ગયું. પતિના મોત બાદથી સુનીતા આદમપુરમાં જ પ્રેમી સુનીલની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. સુનીતા પોતાની દીકરીની સાથે રામલીલા જોવા માટે ગઈ હતી. જ્યારે તે રાત્રે રામલીલા જોઈને પરત આવી રહી હતી તો જવાહર નગર વિસ્તારની પાસે સુનીલે તેની પર હુમલો કરી દીધો. આ હુમલામાં સુનીતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. ત્યારબાદ સુનીલ તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં વધુ લોહી વહી જવાના કારણે સુનીતાનું મોત થઈ ગયું. મૃતકની માતા ઇન્દિરાના જણાવ્યા મુજબ, સુનીતાની સાથે રહેનારા પ્રેમી સુનીલે જ તેની હત્યા કરી છે. આ વિશે સુનીતાની દીકરીએ તેને જાણકારી આપી છે. જવાહર નગરનો સૌથી સુરક્ષિત વિસ્તાર ગોળ ટાંકી વાળો માનવામાં આવે છે. અહીં મોડી રાત સુધી ચહલ-પહલ રહે છે. રાત્રે લગભગ સાડા દસ વાગ્યે ત્યાં મહિલાની હત્યા થવી ઘણો ગંભીર મામલો છે. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાની માંગ કરી છે.

(3:17 pm IST)