Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ઝજ્જરમાં ડેપ્યુટી સીએમનો વિરોધ કરવા ખેડૂતો પહોંચ્યા

હરિયાણામાં ખેડૂતોનું ઉગ્ર બનતું આંદોલન : અગાઉ કમલગઢ નજીક ખેડૂતો અને પોલીસની ઝડપ પણ થઈ, ખેડૂતોએ બેરિકેડ હટાવવાના પ્રયત્ન પણ કર્યા

ચંદીગઢ, તા. : હરિયાણાના ઝજ્જરમાં શુક્રવારે મોટી સંખ્યામાં ખેડૂત ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાનો વિરોધ કરવા પહોંચ્યા. ઝજ્જરમાં દુષ્યંત ચૌટાલાનો કાર્યક્રમ છે. ચૌટાલાના પહોંચાતા પહેલા મોટી સંખ્યામાં ખેડૂત અહીં પ્રદર્શન કરવા પહોંચ્યા. પ્રદર્શનકારીઓમાં મહિલાઓ પણ સામેલ હતી. ખેડૂત કૃષિ કાનૂનોને રદ કરવાની માગ કરી રહ્યા છે.

કેન્દ્રના કૃષિ ખેડૂતો વિરૂદ્ધ સમગ્ર દેશના કેટલાક ભાગમાં છેલ્લા ૧૦ મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યા છે. હરિયાણામાં પણ ખેડૂત સતત નવા કાનૂનોને રદ કરવાની માગ કરી રહ્યા છે. અહીં ગત દિવસોમાં ખેડૂત કરનાલમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કાર્યક્રમ વિરોધ કરવા પહોંચ્યા હતા. ખેડૂત ઝજ્જર નેહરૂ કોલેજની બહાર વિરોધ કરવા પહોંચ્યા. અગાઉ કમલગઢ નજીક ખેડૂતો અને પોલીસની ઝડપ પણ થઈ. ખેડૂતોએ કાળા વાવટા બતાવ્યા અને સૂત્રોચ્ચાર પણ કર્યા. કેટલાક ખેડૂતોએ બેરિકેડ હટાવવાના પ્રયત્ન પણ કર્યા. જે બાદ પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે વરસાદ પણ થયો.

કેટલાક ખેડૂતોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં મહિલા પ્રદર્શનકારી પણ સામેલ છે. ખેડૂતોને રોડવેજ બસમાં બેસાડવામાં આવ્યા. ઝજ્જર ડીસીએ જણાવ્યુ કે માત્ર ૧૫ ખેડૂતોને શાંતિપૂર્ણ પ્રદર્શનની અનુમતિ આપવામાં આવી હતી પરંતુ મોટી સંખ્યામાં ખેડૂત પ્રદર્શન કરવા પહોંચ્યા.

(7:31 pm IST)