Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

બાંગ્લાદેશને લાગ્યો મોટો ઝટકો, શાકિબ અલ-હસન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ટી-20 વિશ્વકપમાંથી બહાર

શાકિબ ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને

દુબઈઃ યૂએઈ અને ઓમાનમાં ચાલી રહેલ આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ ટી20 વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. શાકિબ ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને છે. 

બાંગ્લાદેશે અત્યાર સુધી પોતાની ત્રણેય મેચ ગુમાવી છે અને ટીમ સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ચુકી છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવારે દુબઈમાં ટક્કર થશે. આ બંને ટીમોના ગ્રુપમાં આ સમયે ઈંગ્લેન્ડ ત્રણ મેચમાં ત્રણ જીત સાથે ટોપ પર છે. શાકિબના નામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડ તેણે આ ટી20 વિશ્વકપમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં બનાવ્યો હતો

(11:39 pm IST)