Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

મજબૂત યુએસ ડૉલરના કારણે સોનાના ભાવમાં ઘટાડો : ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પૂર્વે રોકાણકારો સાવચેત

સ્પોટ સોનું 0.1 ટકા ઘટીને ડોલર 1,781.78 પ્રતિ ઔંસ થયું : યુએસ ડૉલર ઇન્ડેક્સ વધીને 94.192 થયો,

મુંબઈ : સોના ચાંદીના ભાવમાં દબાણનો માહોલ જોવાઈ રહ્યો છે , આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત યુએસ ડૉલરના કારણે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સપ્તાહના અંતમાં ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પહેલા પણ રોકાણકારો સાવચેત છે. સ્પોટ સોનું 0.1 ટકા ઘટીને ડોલર 1,781.78 પ્રતિ ઔંસ થયું હતું. યુએસ ડૉલર ઇન્ડેક્સ વધીને 94.192 થયો, જે અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું ઓછું આકર્ષક બનાવે છે.

(1:36 pm IST)