Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ઇન્કમ-ટેકસ કાયદામાં થયેલા ફેરફારઃ જે તમને અસર કરશે

નવી દિલ્હી, તા.૧: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસ (CBDT)એ હાલ એક આદેશ જારી કર્યો છે કે ઇન્કમ-ટેકસ એકટ, ૧૯૬૧ હેઠળ વિવિધ નાણાકીય વ્યવહારોને 26ASમાં સામેલ કરવામાં આવ્યાં છે, જેમાં  આ ફોર્મમાં -નવી માહિતીમાં વિદેશથી મળતા રેમિટન્સ (વિદેશથી મોકલવામાં આવતાં નાણાં), મ્યુચ્યુઅલ ફંડ જેવી ખરીદી (રોકાણ)ની વિગતો સામેલ કરવી પડશે.

ફોર્મ 26AS એક વાર્ષિક ટેકસ સ્ટેટમેન્ટ છે, જેમાં કરદાતા કર સંબંધી વિગતો હોય છે. દાખલા તરીકે એ ફોર્મમાં કરકપાતની રકમ, કરવસૂલાતનો સ્ત્રોત, સેલ્ફ એસેસમેન્ટ અથવા એડવાન્સમાં કરની ચુકવણી અથવા ઊંચા મૂલ્યના વ્યવહારોની વિગતો અને રિફન્ડ વગેરે. આ ફોર્મની વિગતોનું વિસ્તરણ એટલે કે વધુ વિગતો માગવામાં આવી છે. આ ફોર્મ એક જરૂરી દસ્તાવેજ છે અને એ કરદાતાની ખરાઈ કરવામાં મદદ કરે છે. ગયા વર્ષે ફોર્મ ૨૬ખ્લ્જ્રાક્નત્ન મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા.

ફોર્મ 26ASમાં નવા સુધારાવધારા, કોઈ પણ વિદેશી રેમિટન્સની વિગતો., માલિક (કંપની) વતી પગારના વિવિધ દ્યટકોની વિગતો. મ્યુચ્યુઅલ ફંડ ખરીદી અને ડિવિડન્ડની આવક, ગયા વર્ષે મળેલા રિફંડ પર વ્યાજ

 ITRમાં અન્ય કરદાતાઓ (ઘરના અન્ય કરદાતા)ની માહિતી

નિષ્ણાતોનું માનવું છે કે 26ASનો વ્યાપ વધારવાથી કરદાતાઓ માટે ITR ફાઇલ કરવું સરળ થઈ જશે, કેમ કે એક સ્ટેટમેન્ટમાં બધી વિગતો ઉપલબ્ધ હશે. જોકે નવા ફોર્મ 26 ASમાં ઇન્કમ-ટેકસ વિભાગ બાકી રકમ (ટેકસ)ની માગ પણ કરી શકશે.

(3:50 pm IST)