Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

લડ્યા વિના ટીમની હારથી કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વ્યથિત

ભારતની અત્યાર સુધીની સફર નિરાશાજનક : કોહલીને આપણે એ કહેવાની જરૂર નથી કે શું ખોટું થયું, તેમણે આપણને કહેવું જોઈએ આ શા માટે બન્યુ : કોંગ્રેસ સાંસદ શશિ થરૂર

નવી દિલ્હી, તા. : ટી૨૦ વર્લ્ડકપમાં ભારતની અત્યાર સુધીની સફર ખૂબ નિરાશાજનક રહી છે. રવિવારે પોતાના બીજા મુકાબલામાં વિરાટ બ્રિગેડને ન્યૂઝીલેન્ડ સામે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના પહેલા ભારતીય ટીમે પાકિસ્તાન સામે પણ હાર સહેવી પડી હતી.

કીવિઓ સામેની હાર બાદ દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ અને ફેન્સ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે રાજકારણીઓ શા માટે પાછા પડે. તેના અનુસંધાને કોંગ્રેસી નેતા અને તિરૂવનંતપુરમથી લોકસભા સાંસદ શશિ થરૂરે ભારતની હારને લઈ નિવેદન આપ્યું છે. શશિ થરૂરે ભારતના પ્રદર્શન અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, અમે તેમનો આદર કર્યો છે, તેમને વખાણ્યા છે, તેમની પ્રશંસા કરી છે અને તેમને સન્માનિત કર્યા છે. અમને તેમના હારવા સામે કોઈ વાંધો નથી પરંતુ અમને વાતનો રંજ છે કે, તેઓ લડ્યા પણ નહીં. કેપ્ટન વિરાટ કોહલીને આપણે કહેવાની જરૂર નથી કે શું ખોટું થયું (આપણે જાતે તે જોઈ શકીએ છીએ), તેમણે આપણને કહેવું જોઈએ કે શા માટે બન્યું. ૬૫ વર્ષીય કોંગ્રેસી નેતા થરૂર ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહે છે. ૨૦૦૬માં થરૂર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહાસચિવની ચૂંટણી લડ્યા હતા પરંતુ જીતી નહોતા શક્યા. ત્યાર બાદ તેમણે ભારતીય રાજકારણમાં પગ માંડીને કોંગ્રેસની સદસ્યતા લીધી હતી૨૦૦૯માં થરૂર તિરૂવનંતપુરમ ખાતેથી પહેલી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને તેમાં વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ થરૂર બેઠકો પરથી વિજયી બન્યા.

૨૦૦૯માં મનમોહન સિંહના બીજા કાર્યકાળ દરમિયાન શશિ થરૂરને કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૨-૧૪ સુધી તેઓ માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી પણ રહ્યા હતા.

(7:31 pm IST)