Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

દેશમાં કોરોનાના નવા 12.907 પોઝીટીવ કેસ નોંધાયા: વધુ 13.152 દર્દીઓ રિકવર થયા : વધુ 251 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.58.470 થયો : એક્ટીવ કેસ 1.52.606 થયા : કુલ કેસની સંખ્યા 3.42.85.612 થઇ

સૌથી વધુ કેરળમાં 7167 કેસ, મહારષ્ટ્રમાં 1172 કેસ, તામિલનાડુમાં 1009 કેસ,પશ્ચિમ બંગાળમાં 914 કેસ, મિઝોરમમાં 579 કેસ, ઓરિસ્સામાં 488 કેસ, આંધ્રપ્રદેશમાં 385 કેસ, કર્ણાટકમાં 292 કેસ, આસામમાં 212 કેસ, તેલંગાણામાં 121 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 12.907 કેસ નોંધાયા છે. જ્યારે 13.152 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 12907 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 251 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.58.612 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 12.907 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.42.85.612 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.52.606 થઇ છે છેલ્લા 24 કલાકમાં 13.152 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.36.61.339 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 7167 કેસ, મહારષ્ટ્રમાં 1172 કેસ, તામિલનાડુમાં 1009 કેસ, પશ્ચિમ બંગાળમાં 914 કેસ, મિઝોરમમાં 579 કેસ, ઓરિસ્સામાં 488 કેસ, આંધ્રપ્રદેશમાં 385 કેસ, કર્ણાટકમાં 292 કેસ, આસામમાં 212 કેસ, તેલંગાણામાં 121 કેસ નોંધાયા છે

(1:18 am IST)