Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

શું એપ દ્વારા બેંક પણ કરી રહી છે તમારી જાસૂસી

સાવધાનઃ ખાનગી માહિતીને બનાવી શકે છે પોતાની આવકનું માધ્યમ

નવીદિલ્હીઃ દેશમાં બેંકિંગ સાથે સંકળાયેલ એપ તમારી પરવાનગી લઈને તમારી પર્સનલ લાઈફમાં નજર રાખી રહ્યા છે. જેનાથી ગોપનિયતા પર અધિકારની સુરક્ષા પર ખતરો છે. પબ્લિક ડોમેનમાં ખાનગી સૂચનાઓ લીક થવાની આશંકા ઝડપથી વધી રહી છે. બેંક પોતાની એપના માધ્યમ દ્વારા એવી માહિતી એકઠી કરી રહ્યા છે જેની તેમને જરૂરત પણ નથી. તેમાં ફોન રેકોર્ડ કરવાથી લઈને કોઈના ફોન અને મેસેજ કરવાની પરવાનગી અને કેલેન્ડર દ્વારા ગુપ્ત સૂચનાઓ મેળવવા સુધીનો સમાવેશ થાય છે.

એક ચેટ એપ તસ્વીરો અથવા મીડિયા ફાઈલો સુધી પહોંચવાની પરવાનગી માંગી શકે છે.

સૌથી વધુ પરવાનગી માંગી રહ્યું છે પેટીએમ બેંકિંગ સેકટરમાં પેટીએમ સૌથી વધુ પરવાનગી માંગી રહ્યું છે. તે ફોન રેકોર્ડ કરવાથી લઈને ફોટો, મીડિયા ફાઈલ વગેરેની પરવાનગી યૂઝર પાસેથી લઈ રહ્યા છે. ત્યાં જ બીજા નંબર પર ફોન પે છે. 

એપ કેવી રીતે કરી રહ્યું છે કામ

ઉપભોકતાએ એ જાણવું જોઈએ કે, એપ પૈસા કેવી રીતે કમાઈ રહી છે.  શા માટે આપણને ફ્રી સર્વિસ આપવાના નામ પર તેઓ આપણને પોતાની આવકનું માધ્યમ તો નથી બનાવી રહી. બીન જરૂરી પરવાનગીનો મતલબ તેમના દ્વારા નફો કમાવો નથી થતો.

વિશ્વમાં ડેટા લીકની ૫ મોટી ઘટનાઓ

નવેમ્બર ૨૦૧૯માં અલીબાબા ઈકોમર્સ કંપનીમાંથી ૧.૧ અરબ યૂઝરનો ડેટા લીક, જૂન ૨૦૨૧માં સોશ્યલ મીડિયા લિંકડઈનમાંથી ૭૦ કરોડ યૂઝર્સનો ડેટા લીક, માર્ચ ૨૦૨૦માં ચીનની સોશ્યલ મીડિયા કંપની સીના વીબોમાંથી ૫૩.૮ કરોડ લોકોનો ડેટા લીક, એપ્રિલ ૨૦૧૯માં સોશ્યલ મીડિયા કંપની ફેસબુક પરથી ૫૩.૩ કરોડનો ડેટા લીક, સપ્ટેમ્બર ૨૦૧૮માં હોટલ કંપની મેરિયટ ઈન્ટરનેશનલ પરથી ૫૦ કરોડનો ડેટા લીક.

(3:35 pm IST)