Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કોરોનાની ત્રીજી લહેર આવે તો પહોચી વળવા કાશ્મીરમાં યુદ્ધ સ્તર ઉપર તૈયારીઓનો ધમધમાટ

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરે ટકોરા મારવાના શરૂ કર્યા હોય તેને પહોચી વળવા યુદ્ધ સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિદેશથી આવનારાઓ માટે ટેસ્ટ અને કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં પથારીઓ વધારી દેવામાં આવેલ છે. વિદેશથી જમ્મુ આવનાર તમામ લોકોના એરપોર્ટ, રેલ્વે સ્ટેશનમાં જ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરી દેવાયા છે અને તેના રીપોર્ટ ન આવે ત્યાં સુધી કવોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. વેક્સીનના બંને ડોઝ લીધા હોય તો પણ ટેસ્ટ ફરજીયાત કરાશે. તેમ જમ્મુના ઉચ્ચ અધિકારી રાઘવ લંગરે જણાવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં કોરોના દર્દીઓ માટે ૫૦૦ પથારી તૈયાર કરવા ઉપર કામ થઈ રહ્ના છે : ત્રીજી લહેરની શંકા વચ્ચે ૧૫૦૦ વધુ પથારીની વ્યવસ્થા થઈ રહી છે : જમ્મુ અને કાશ્મીરમાં આ માટે ૫૦૦-૫૦૦ પથારીઓ રાખવામાં આવી છે.

(5:19 pm IST)