Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ભારતની નવી પ્રાદેશિક એરલાઇન : ફલાયબિગ

આ નવી એરલાઇન ૩ જાન્યુઆરીથી તેની સેવા શરૂ કરનાર છે : પ્રારંભિક ફલાઇટ ઇન્દોરથી બપોરે ૨:૩૦ વાગ્યે ઉપડશે અને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરશે

નવી દિલ્હી,તા. ૨: ભારતમાં એક નવી પ્રાદેશિક એરલાઇન શરૂ થઇ રહી છે. ફલાયબિગ. આ નવી એરલાઇન ૩ જાન્યુઆરીથી તેની સેવા શરૂ કરનાર છે : પ્રારંભિક ફલાઇટ ઇન્દોરથી બપોરે ૨:૩૦ વાગ્યે ઉપડશે અને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરશે. આ પ્રારંભિક સફર એક કલાક અને પાંચ મિનિટની હશે. પાઇલટ (જેટ એરવેઝ એનકિંગફિશર એરલાઇન્સ) માંથી એવિએશન એકસપર્ટ તરીકે ૨૦ વર્ષનો અનુભવ સાથે એવિએશન ક્ષેત્રના ઉદ્યોગસાહસી બનેલા સંજય માંડવિયાએ ફલાયબિગ એરલાઇન શરૂ કરી છે.

એરલાઇનના સીઇઓ શ્રીનિવાસ રાવનું કહેવું છે કે, ફલાયબિગ બાદમાં અઠવાડિયામાં પાંચ ફલાઇટ ઓપરેટ કરશે. પરંતુ શરૂઆતના બે અઠવાડિયામાં ત્રણ ફલાઇટ જ ઓપરેટ કરશે. ૧૩ જાન્યુઆરીથી ફલાયબિગ તેના નેટવર્ક પર ઇન્દોર-રાયપુર રૂટનો ઉમેરો કરશે અને ૧ ફેબ્રુઆરીથી અમદાવાદ -ભોપાલ વિમાન સેવા શરૂ કરશે.

(9:30 am IST)