Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ભારત સહિત વિશ્વના 33 દેશોમાં ફેલાયો ચુક્યો છે કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન : ભારે ફફડાટ

તુર્કીમાં નવા સ્ટ્રેનના 15 કેસ નોંધાતા બ્રિટનથી આવતા લોકો પર રોક લગાવી : વિશ્વના 40થી વધુ દેશોએ લગાવ્યો છે પ્રતિબંધ

નવી દિલ્હી: ગત મહિને બ્રિટનમાં મળેલા કોરોના વાઈરસના નવા સ્ટ્રેનને  ફેલાતો રોકવા માટે અનેક દેશોએ યુકેની ફ્લાઈટો પર રોક લગાવી દીધી હતી, આમ છતાં આ નવો સ્ટ્રેન અત્યાર સુધી વિશ્વના 33 દેશોમાં પહોંચી ચૂક્યો છે. તુર્કીએ શુક્રવારે બ્રિટનથી આવનાર લોકો પર એવું કહીંને પ્રતિબંધ લગાવી દીધો કે, ત્યાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનના 15 કેસ મળ્યા છે. જેઓ તાજેતરમાં જ બ્રિટનથી તુર્કી પહોંચ્યા હતા

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, તુર્કીમાં નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધી કુલ 33 દેશ એવા છે, જ્યાં બ્રિટનનો કોરોના સ્ટ્રેન મળી આવ્યો છે. જ્યારે અત્યાર સુધી 40થી વધુ દેશોએ બ્રિટનના પ્રવાસ પર રોક લગાવી ચૂક્યાં છે.

બ્રિટને 8 ડિસેમ્બરે 2020ના આ નવા સ્ટ્રેન મળવાની જાહેરાત કરી હતી. કેટલાક દેશોએ એવા મુસાફરો પર રોક લગાવી દીધી છે. જેમણે તાજેતરમાં જ એવા દેશોની મુસાફરી કરી છે, જ્યાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો હોય

આ નવો સ્ટ્રેન  અત્યાર સુધી જૂના કોરોનાથી ઘાતક સાબિત નથી થયો, પરંતુ એવું મનાય છે કે, આ 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે. જેના કારણે હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધી શકે છે.

અત્યાર સુધી જે દેશોમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે તેમાં અમેરિકા, બ્રિટન, તુર્કી, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝીલ, કેનેડા, ચિલી, ચીન, ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ભારત, આયર્લેન્ડ, ઈઝરાયલ, ઈટલી, જાપાન, જૉર્ડન, લેબનાન, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પાકિસ્તાન, પોર્ટુગલ, સિંગાપુર, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ અને UAE સામેલ છે

(11:09 am IST)