Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

આજે સુર્યની સૌથી નજીક હશે પૃથ્વી : હવે ચાર હજાર વર્ષ બાદ દેખાશે આવો નજારો

સુર્ય અને પૃથ્વી વચ્ચે કુલ 50 લાખ કિલોમીટર અંતર ઘટી જશે. : સાંજે 7.27 વાગે પૃથ્વી સુર્યની સૌથી નજીકના બિંદુ સુધી પહોંચશે

આજે અંતરીક્ષમાં  Astronomical Miracle નો નજારો જોવા મળવાનો છે.  જેમાં પૃથ્વી સતત સુર્યની નજીક આવી રહી છે. જેમાં  શનિવારે બે જાન્યુઆરી 2021 મા સુર્ય અને પૃથ્વી વચ્ચે એક વર્ષનું  સૌથી ઓછું અંતર હશે. આ દરમ્યાન પૃથ્વી અને સુર્ય વચ્ચેનું અંતર ઘટીને 147,093, 163 કિલોમીટર રહેશે.  તેની બાદ આ અંતર વધવા લાગશે અને 6 જુલાઇના રોજનું અંતર 152,100, 527 કિલોમીટર  થઈ જશે.  સુર્ય અને પૃથ્વી વચ્ચે આ વર્ષે સૌથી વધારે અંતર રહેશે.

આ ખગોળીય ઘટના સંશોધનકર્તા માટે ખૂબ જ મહત્વની મહત્વની માનવામા આવી રહી છે. આ ખગોળીય ઘટનાક્રમથી પૃથ્વીના તાપમાનમાં થનારા ફેરફાર અને પૃથ્વીનાં અક્ષાંક્ષીય ફેરફાર અને પ્રભાવનું વિશ્લેષણ કરવામા  આવશે.  પ્લેનેટરી સોસાયટી ઓફ ઈન્ડિયા ( પીએસઆઇ ) ના નિર્દેશક રધુનંદન કુમારના જણાવ્યા અનુસાર બે જાન્યુઆરીએ સુર્ય અને પૃથ્વી વચ્ચે કુલ 50 લાખ કિલોમીટર અંતર ઘટી જશે. તેમણે કહ્યું કે પૃથ્વી  સુર્ય ની પરિક્રમા અંડાકાર પથમા કરતી રહે છે.  જેમા વર્ષમાં એક વાર  આ અંતર  ઘટે છે.  જયારે વર્ષમા એક વાર આ સૌથી અધિક પણ હોય છે,

તેમણે કહ્યું કે  બે  જાન્યુઆરી સાંજે 7.27  વાગે પૃથ્વી સુર્યની સૌથી નજીકના બિંદુ સુધી પહોંચશે, સુર્ય થી 0. 9832571 પ્રકાશ વર્ષ ( 14, 7093. 168 ) દૂર થશે પૃથ્વી. ખગોળ વિજ્ઞાનમા આ પ્રક્રિયાને  ‘ પેરેહેલિયન’ કહેવામાં આવે છે. જ્યારે 6 જુલાઇ 2021 ના રોજ સવારે 3. 46 વાગે સુર્ય, પૃથ્વીથી સૌથી દૂર  હશે. આ અંતર 1,0167292  પ્રકાશ વર્ષ ( 15, 2100523 કિલોમીટર) હશે. આ પ્રક્રિયાને ‘ એફેલિયન’ કહેવામા આવે છે.

(1:52 pm IST)