Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ત્રણ રાજયોમાં શાળાઓ ફરી શરૂ

૯ મહિના બાદ ફરી શાળાઓ ધમધમી

નવી  દિલ્હી તા. ર :.. કોરોના કારણે લાંબા સમયથી બંધ કેરળ, કર્ણાટક, અને આસામની શાળાઓ નવા વર્ષ પહેલા જ દિવસે ખોલી વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આંશિક રીતે ખુલેલી શાળામાં સફાઇ, માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ, અને વારંવાર હાથ ધોવા પર ધ્યાન આપ્યું છે.

કેરળમાં સરકારના આદેશ પર શાળામાં ૧૦ મી અને ૧ર મીની કક્ષાઓ મર્યાદિત કલાકો માટે ચાલી બિહારમાં ૪ જાન્યુઆરીથી શાળા શરૂ થશે.

કોચિંગ, સેન્ટર, ડીગ્રી કોલેજ, મેડીકલ કોલેજ તેમજ એન્જીનીયરીંગ કોલેજ પણ ખોલાશે.

(2:33 pm IST)