Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

રામકથાનું કામ જ સેતુ બનાવવાનું : પૂ.મોરારીબાપુ

કોરોના મહામારીનાં કારણે 'માનસ રામસેતુ' શ્રીરામકથાનો સેતુબંધ-રામસેતુ તિર્થધામ ખાતે ઓનલાઇન પ્રારંભ

રાજકોટ,તા. ૨: પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજે સવારથી સેતુબંધ-રામસેતુ તિર્થધામમાં ધનુષકોડીમાં ઓનલાઇન શ્રીરામકથાનો પ્રારંભ થયો છે. કોરોના મહામારીના કારણે મર્યાદિત શ્રોતાઓનો શ્રીરામકથામાં સમાવેશ કરાયો છે.

આજે પ્રથમ દિવસે સવારે ૯: ૩૦ થી બપોરના ૧: ૩૦ વાગ્યા સુધી પૂ.મોરારીબાપુએ શ્રીરામકથાનું રસપાન કરાવ્યું હતું.

તા.૧૦ જાન્યુઆરી સુધી પૂ.મોરારીબાપુ દરરોજ સવારે ૯:૩૦ થી બપોરથી ૧:૩૦ વાગ્યા સુધી શ્રીરામકથાનું રસપાન કરાવશે. શ્રીરામકથાનું આસ્થા ચેનલ અને યુ-ટયુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.આજે શ્રી રામકથાના પ્રારંભે પૂ.મોરારીબાપુએ કહ્યું હતુ કે શ્રીરામકથાનું કામ જ એકબીજા સાથે સેતુ બનાવવાનું છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, કોરોનાની વેકિસન આવી ગઇ છે. તેમ છતાં બધા આ મહામારીથી બચવા સાવચેત રહેજો.

(3:48 pm IST)