Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

મુંબઇમાં ફલેટમાં અનિધિકૃત નિર્માણ તોડવા ઉપર રોક માટેની કંગના રનૌતની અરજીને કોર્ટે નકારી કાઢીઃ મહારાષ્‍ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સામે આક્ષેપો કરનાર અભિનેત્રીને ઝટકો

મુંબઇ: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે સતત આક્ષેપ કરી રહેલી કંગના રનૌતને કોર્ટએ મોટો ઝટકો લાગ્યો છે. ફ્લેટ્સમાં અનિધિકૃત નિર્માણ તોડવા પર રોકવા માટે દાખલ કરવામાં આવેલી કંગનાની અરજીને કોર્ટે નકારી કાઢી છે. કોર્ટે કહ્યું કે, કંગનાએ નિયમોનું ઉલ્લંઘન કરી ત્રણ ફ્લેટ્સને એક સાથે મર્જ કર્યા છે. હવે તેના પર કંગનાનું નિવેદન સામે આવ્યું છે.

કંગનાએ કરી ટ્વીટ

કંગનાએ ટ્વીટ કરી કહ્યું, આ મહાવિનાશકારી સરકારનો ફેક પ્રોપગેન્ડા છે. મેં કોઈ ફ્લેટ એકબીજા સાથે જોડ્યા નથી. આખી બિલ્ડિંગ આ રીતે બની છે. દરેક ફ્લોર પર એક એપાર્ટમેન્ટ છે. મેં આ રીતે જ ફ્લેટ ખરીદ્યો હતો. બીએમસી મને આખી બિલ્ડિંગમાં ત્રાસ આપી રહી છે. હું ઉચ્ચ ન્યાયાલયમાં લડત આપીશ. થોડા સમય પહેલા આવેલી આ ટ્વીટ પર ઘણા રિએક્શન મળી રહ્યા છે અને લોકો તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

જજે કહીં આ વાત

તમને જણાવી દઇએ કે, સુનાવણી કરતા સમયે જજે એલ એસ ચૌહાણને આદેશમાં કહ્યું, કંગના રનૌતએ શહેરના ખાર વિસ્તારમાં 16 માળની બિલ્ડિંગના પાંચમાં માળે તેના ત્રણ ફ્લેટને એક સાથે જોડ્યા છે. આમ કરવાથી, તેમણે ડ્રેનેજ વિસ્તાર, સહિત કોમન માર્ગને કવર કરી લીધો છે. આ સ્વીકૃત યોજનાનું ગંભીર ઉલ્લંઘન છે, જેના માટે સક્ષમ અધિકારીની મંજૂરી જરૂરી છે.

કંગનાને મળી હતી નોટિસ

તમને જણાવી દઇએ કે, BMCએ માર્ચ 2018માં અભિનેત્રીને તેમના ખાર ફ્લેટમાં અનધિકૃત બાંધકામ કાર્ય માટે નોટિસ ફટકારી હતી, પરંતુ ત્યારબાદથી આ મામલો ઠંડો પડ્યો હતો. આ ઉપરાંત BCMની ટીમ અનધિકૃત બાંધકામના આરોપમાં કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરી ચૂકી છે. તેની વિરૂદ્ધ કંગનાએ હાઇ કોર્ટમાં તોડફોડ ખોટી ગણાવતા BMCને ફટકાર લગાવી હતી.

(4:50 pm IST)