Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જીમમાં વર્કઆઉટ કરતી વખતે છાતીમાં દુઃખાવો ઉપતા સૌરવ ગાંગુલી કોલકાત્તાની હોસ્‍પિટલમાં સારવારમાં: એન્‍જીયોપ્‍લાસ્‍ટીની જરૂર

કોલકાતા: BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સ્વાસ્થ્ય બગડ્યા બાદ તેમણે કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલીનું સ્વાસ્થ્ય ખરાબ થયુ હતું. રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલી જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા, આ જિમ સૌરવ ગાંગુલીના ઘરમાં જ છે. ગાંગુલીનને છાતીમાં દુખાવો થયા બાદ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૌરવ ગાંગુલીને શનિવાર સવારથી જ હદય સબંધી સમસ્યા હતી અને તેમણે વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના સુત્રોએ પૃષ્ટી કરી છે કે સૌરવ ગાંગુલીને એન્જિયોપ્લાસ્ટીની જરૂરત છે. ગાંગુલીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ડૉક્ટર્સે જણાવ્યુ કે તેમણે કાર્ડિયક એરેસ્ટ થયો છે. ગાંગુલીએ એન્જિયોપ્લાસ્ટીમાંથી પસાર થવુ પડશે, જોકે, ડૉક્ટર્સે એમ પણ જણાવ્યુ કે ચિંતાની કોઇ વાત નથી, તેમની સ્થિતિ સ્થિર છે.

દિગ્ગજોએ ગાંગુલીના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઇને ટ્વીટ કરી હતી અને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમજ અત્યારે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ ટ્વીટ કરી સૌરવ ગાંગુલીના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

BCCIના સેક્રેટરી જય શાહે પણ ટ્વીટ કરી સૌરવ ગાંગુલીના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

(4:52 pm IST)