Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

મહારાષ્ટ્રમાં ગાયના મોતનો બદલો લેવા વાઘણ અને ત્રણ બચ્ચાને ઝેર આપીને મારી નાંખ્યા: આરોપીની ધરપકડ

ઉમરેડ રેન્જમાં કહરહંડલા બીટમાં મૃતદેહ મળ્યા : વનવિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી

નાગપુર : મહારાષ્ટ્રમાં આવેલા ઉમરેડ-પાવની-કરહંડલા અભિયારણ્યમાં એક વાઘણ અને તેના ત્રણ બચ્ચાના મોતની ઘટના બની છે  આ ઘટનામાં વન વિભાગે તપાસ કરતા ચોંકાવનારી હકિકત સામે આવી છે. વન વિભાગને આ કેસમાં સફળતા મળી છે અને એક આરોપીની ધરપકડ પણ કરાઈ છે .

શુકરવારે વાઘણ અને તેના બે બચ્ચાની લાશ ઉમરેડ રેન્જમાં કહરહંડલા બીટમાં મળી હતી. ત્યારબાદ શનિવારે ત્રીજા બચ્ચાની લાશ મળી. જ્યાં આ લાશ મળી તેની નજીકના જ એક ખેતરમાં ગાયનું અરધુ ખવાયેલુ શરીર પડ્યું હતું. ઘટનાસ્થળ ઉપર મળેલા સબૂત અને અન્ય તપાસના આધારે નવેગાંવમાં રહેતા દિવાકર દત્તુજી નાગરેકરની અટકાયત કરવામાં આવી છે.

અધિકારીઓ પાસેથી મળેલી માહિતિ પ્રમાણે જેની ધરપકડ કરવામાં આવી છે તે એક ગોવાળ છે. જે ગાયો ચરાવે છે. તેણે બદલો લેવા માટે વાઘણ અને તેના ત્રણે બચ્ચાને મોતને ઘાટ ઉતાર્યા છે. તેણે વાઘણ અને તેના ત્રણે બચ્ચાને ઝેર આપીને માર્યા છે. જે ઝેરી દવાનો ઉપયોગ કરાયો હતો તેને પણ જપ્ત કરી લેવામાં આવી છએ અને આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપે પોતાના અપરાધને કબૂલ પણ કરી લીધો છે.

જે વાઘણનું મોત થયું છે તેની ઉંમર પાંચ વર્ષ હતી અને તેના બચ્ચા પાંચ મહિનાન હતા. લાશોના ડીએનએ નમુના લેવામાં આવ્યા છે. સાથે જ તેમના શરીરમાંથી ઝેરના સેમ્પલ પણ લેવાયા છે

(10:22 pm IST)