Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

માયર્સની તોફાની બેટિંગ બાદ વૂડનો ઝંઝાવાત, લખનૌની ટીમે દિલ્હી સામે 50 રને ધમાકેદાર વિજય

દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરની અડધી સદી એળે ગઈ હતી: સુકાનીનો સંઘર્ષ એળે: લખનૌએ 16 છગ્ગા જમાવ્યા

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી મેચ શનિવારે લખનૌમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીના સુકાની ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. હોમગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 193 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર નિર્ધારીત ઓવરમાં કર્યો હતો. કાઈલ મેયર્સે તોફાની અડધી સદી નોંધાવી હતી. ત્યારબાદ લક્ષ્યનો પિછો દિલ્હી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. માર્ક વૂડે તરખાટ મચાવતા દિલ્હીને શરુઆતમાં જ મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. લખનૌ સામે દિલ્હીએ 50 રને હાર થઈ હતી. આમ લખનૌએ આઇપીએલ-2023 માં પોતાની અભિયાનની વિજયી શરુઆત કરી હતી.

મોટી ભાગીદારી રમતના અભાવને લઈ દિલ્હીની મુશ્કેલી વધારે સર્જાઈ હતી. માર્ક વૂડે એક બાદ એક પૃથ્વી શો અને માર્શની વિકેટ ઝડપ્યા બાદ સરફરાઝ ખાનની વિકેટ ઝડપી હતી. આમ ત્રણ શિકાર શરુઆતમાં ઝડપીને દિલ્હીને લક્ષ્ય દૂર થવા લાગ્યુ હતુ. માર્ક વૂડે 5 વિકેટ ઝડપી હતી અને જેને લઈ દિલ્હીની હાર નિશ્ચિત બની હતી.

દિલ્હી કેપિટલ્સે પહેલા લક્ષ્યને મોટુ થવા દેવાની ભૂલો કરી હતી. બાદમાં તેનો પિછો કરતા સમયાંતરે વિકેટ ગુમાવતા મુશ્કેલીઓ શરુઆતથી જણાઈ હતી. ઓપનિંગ જોડીએ 41 રન નોંધાવ્યા ત્યાં સુધી બરાબર ચાલી રહ્યુ હતુ. પરંતુ 100 રન સુધી પહોંચતા પહોંચતા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પૃથ્વી શોના રુપમાં દિલ્હીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. પૃથ્વીએ 12 રન 9 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. જ્યારે સુકાની ડેવિડ વોર્નરે 56 રનની ઈનીંગ રમી હતી. વોર્નરે સંઘર્ષભરી રમત રમી હતી. તેણે 48 બોલનો સામનો કરીને 7 ચોગ્ગા વડે આ રમત રમી હતી.

મિશેલ માર્શ ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. સરફરાઝ ખાન 4 રન 9 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. રાઈલી રુસોએ 20 બોલનો સામનો કરીને 30 રન નોંધાવ્યા હતા. રોમવમેન પોવેલે 3 બોલનો સામનો કરીને 1 રન નોંધાવ્યા હતા. અમન ખાન 4 રન નોંધાવીને પરત ફર્યો હતો. અક્ષર પટેલ 16 રન નોંધાવી પરત ફર્યો હતો. તેણે 11 બોલનો સામનો કરીને 1 છગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા.

હોમ ગ્રાઉન્ડમાં રમતા લખનૌની ટીમે 16 છગ્ગા દિલ્હી સામે જમાવ્યા હતા. જેને લઈ દિલ્હીને મોટા લક્ષ્યનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ તરફથી માત્ર 5 જ ચોગ્ગા આવ્યા હતા. સૌથી વધુ મેયર્સે 7 છગ્ગા નોંધાવ્યા હતા. આ ઉપરાંત નિકોલસ પૂરને 3 અને આયુષ બદોનીએ 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ગૌતમે 1 બોલ રમીને 1 છગ્ગો ફટકાર્યો હતો.

 

(12:35 am IST)