Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને પરાજય આપ્યો : ફાઈનલમાં પહોંચી

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયને સ્વિસ ક્વોલિફાયરમાં જેન્જીરા સ્ટેડેલમેન સામે 21-10, 21-14થી જીત

BWF વર્લ્ડ ટૂર સુપર 300 ઇવેન્ટ 2023 મેડ્રિડ સ્પેન માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતની પીવી સિંધુ સિંગાપોરની યેઓ જિયા મિન સામે ટકરાઈ હતી. સિંધુ આ સિઝનમાં પ્રથમ વખત કોઈ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી હતી. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયને સ્વિસ ક્વોલિફાયરમાં જેન્જીરા સ્ટેડેલમેન સામે 21-10, 21-14થી જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી.

બીજા રાઉન્ડમાં તેણે  કુસુમા વર્દાનીને 21-14, 21-16થી હરાવી ગયા અઠવાડિયે સ્વિસ ઓપનમાં ઇન્ડોનેશિયન સામેની હારનો બદલો લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 21-14, 21-17થી પરાજય આપ્યો હતો.

(12:48 am IST)