Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પંડિત મિશ્રાની કથા યોજાશે

૩થી ૧૦ એપ્રિલ સુધી નહીં કરી શકાય મહાકાલના દર્શન : આ દરમિયાન ન તો ભક્તો ગર્ભગૃહ સુધી પહોંચી શકશે અને ન તો જલાભિષેક કરીને બાબા મહાકાલને સ્પર્શ કરી શકશે

ઉજ્જૈન,: કલેક્ટરે ૩જી એપ્રિલથી ૧૦મી એપ્રિલ દરમિયાન મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરતી વખતે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ દરમિયાન જે રીતે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પ્રમાણે જ રહેશે. જેનું પાર્કિંગ ભીલ ધર્મશાળા અને કર્કરાજ ખાતે પહેલા જેવું જ રહેશે.

સિહોરના પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા ઉજ્જૈનમાં આયોજિત થનારી શિવ મહાપુરાણ કથામાં લાખો ભક્તોના આગમન માટે વહીવટી તંત્રએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ કારણ છે કે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ૩ એપ્રિલથી ૧૦ એપ્રિલ દરમિયાન કોઈ પણ ભક્તો મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં. આ દરમિયાન ન તો ભક્તો ગર્ભગૃહ સુધી પહોંચી શકશે અને ન તો જલાભિષેક અને રૂદ્રાભિષેક કરીને બાબા મહાકાલને સ્પર્શ કરી શકશે. શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પંડિત મિશ્રાની કથા યોજાવા જઈ રહી છે તે પૂર્વે યોજાનારી વ્યવસ્થા સંદર્ભે યોજાયેલી બેઠકમાં કલેક્ટર કુમાર પુરુષોત્તમે આ મુજબ જણાવ્યું હતું. આ દરમિયાન મહાકાલેશ્વર મંદિરમાં આવતા ભક્તોની દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ૩જી એપ્રિલથી ૧૦મી એપ્રિલ દરમિયાન મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરતી વખતે કલેકટરે જણાવ્યું હતું કે મહાશિવરાત્રિ દરમિયાન જે રીતે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પ્રમાણે જ થશે. જેનું પાર્કિંગ ભીલ ધર્મશાળા અને કર્કરાજ ખાતે પહેલા જેવું જ રહેશે. મહાકાલ લોકના દર્શનાર્થીઓને બેરિકેડિંગ કરીને માનસરોવર લાવવામાં આવશે. બેરીકેટીંગમાં ૮ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. જૂતા સ્ટેન્ડ, લાઇટિંગ, પાર્કિંગ, પીવાના પાણી અને સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા પણ મહાશિવરાત્રીની જેમ કરવામાં આવશે. નરસિંહ ઘાટ પર પણ સીસીટીવી કેમેરા લગાવાશે.

આ દરમિયાન મહાકાલ લોક અને મહાકાલેશ્વર મંદિર પરિસરમાં આરોગ્ય વિભાગની પાંચ ટીમો બનાવવા સૂચના આપવામાં આવી છે. ૫ બેડ ધરાવતી હંગામી હોસ્પિટલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. અહીં જરૂરી દવાઓ સાથે પુષ્કળ પ્રમાણમાં ર્ંઇજી રાખવાનું કહેવામાં આવ્યું છે.

 

(11:28 am IST)