Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

IPL: આજની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 72 રનથી હરાવ્યુ

બટલર-જયસ્વાલ-સૈમસનની ફિફટીને કારણે રાજસ્થાને 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો: હૈદરાબાદે 8 વિકેટના નુકશાન સાથે 131 રન બનાવી શકી

મુંબઈ: IPL16મી સિઝનની ધમાકેદાર શરુઆત થઈ છે. આજે સિઝનની બીજી ડબલ હેડર છે, જેમાં આજે પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધીની સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી.બટલર-જયસ્વાલ-સૈમસનની ફિફટીને કારણે રાજસ્થાને 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં હૈદરાબાદની શરુઆત ખરાબ રહી હતી. 20 ઓવર બાદ હૈદરાબાદ 8 વિકેટના નુકશાન સાથે 131 રન બનાવી શકી હતી. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સે 72 રનથી જીત મેળવી હતી.

(11:31 pm IST)