Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સુદાનમાં લશ્કરી શાસનનો વિ રોધ : વિ રોધ કરી રહેલ નાગરીકો પર પોલીસે અંધાધૂધ ફાયરીંગ કરી અનેકનાં જીવ લિ ધા તો અનેકને ઘાયલ કર્યાનો સ્થાનીક ડોકટરોનો દાવો !

લશ્કરી શાસનનો વિ રોધ કરી રહેલા ૮ લોકોને ગોળી વાગતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા :ઘાયલ નાગરીકોની રાહત કામગીરી કરી રહેલ ડોકટરોની ટીમે ટ્વિ ટ કરી દાવો કર્યો

નવી દિ લ્લી તા.૦૧ :સુદાનમાં લશ્કરી શાસન હોવાથી ત્યા લોકશાહી લાગુ કરવાની માંગ સાથે કેટલાક લોકો વિ રોધા પ્રદર્શન કરી રહ્રયા હતા. અને પ્રદર્શનકારીઓ સત્તાનાં કેન્દ્ર સમાન રિ પબ્લિ કન પેલેસ તરફ આગળ વધી રહયા હતા. જે દરમિ યાન નાગરીકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં આઠ નાગરીકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અનેકો ઘાયલ થયા હતા. જેને લઈ સુદાનના એક ડોકટર્સનાં જૂથે સમગ્ર મામલે ટ્વિ ટ કરી જાણકારી આપી હતી.

સુદાનમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં લશ્કરે ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરી દીધી હતી. લશ્કરી શાસન સામે ત્યારથી જ નાગરિકોમાં આક્રોશ છે. સૈન્ય અધિકારીઓ સત્તા મૂકીને ચૂંટણી કરાવે એવી માગણી સાથે વારંવાર પ્રદર્શનો થતા રહે છે. લોકશાહીની માગણી સાથે વિવિધ સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. એમાં અસંખ્ય લોકો જોડાયા.

સુદાનના પાટનગર ખાર્તૂમમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વખતે પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં આઠ નાગરિકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે સિવાય અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓ સત્તાના કેન્દ્ર સમાન રિપબ્લિકન પેલેસ સુધી પહોંચવાની કોશિશ કરતા હતા. વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા અને પોલીસ તેમ જ નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ટીઅર ગેસ છોડયો હતો તેના કારણે ભગદડ મચી ગઈ હતી. ઘાયલ થયેલા નાગરિકોની રાહત કામગીરીમાં સામેલ ડોક્ટરોના એક જૂથે ટ્વિટરમાં આ દાવો કર્યો હતો. સુદાનમાં વારંવાર લશ્કરી શાસન સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. છેલ્લાં મહિનાઓમાં અસંખ્ય લોકોએ લોકશાહી માટે જીવ ગુમાવ્યો છે.

(12:17 am IST)