Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોંઘવારી મુદ્દે સંસદમાં નાણામંત્રી સીતારમણનો જવાબ : કહ્યું - આપણી પાસે જરૂરી મુદ્રા ભંડોર, પાકિસ્તાન-શ્રીલંકા જેવી સ્થિતિ નથી

ચીનની 4000 બેંક દેવાળું ફૂંકવાની કગાર પર, પ્રતિકૂળ સ્થિતિની વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે : નાણામંત્રી

નવી દિલ્લી તા.01 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વધતી કિંમતોને લઈને લોકસભામાં જવાબ આપતા કહ્યું હતું કે, ભારત જે વિકાસ દરને હાસિલ કરવાની આશા કરી રહ્યું હતું, તેમાં કમી આવી છે, પરંતુ આપણે સૌથી ઝડવી વિકાસ કરી રહ્યાં છીએ. ચીનની 4000 બેન્કોનું દેવાળું થવાની તૈયારીમાં છે. ભારતમાં NPA ઓછું થઇ રહ્યું છે

આજે સંસદમાં ભારે હિલચાલ જીવા મળી હતી. જેમાં શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડને લઇને હોબાળો થયો હતો. હોબાળો અને નારેબાજી બાદ બન્ને સદનોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પહેલા પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદોએ SSC ભરતી કૌભાંડમાં રાજ્યના પૂર્વ મંત્રી પાર્થ ચટર્જીની કથિત સંડોવણીને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરૂદ્ધ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. જ્યારે બીજી તરફ મનરેગા યોજના હેઠળ કામ વહેચણીને લઇને વિપક્ષા સાંસદોએ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે ધરણા કર્યા હતા. અને સંજય રાઉતની ધરપકડ પર કોંગ્રેસે શિવસેનાનું સમર્થન કર્યું છે.

નાણા મંત્રી નિર્મલા સિતારમણ મોંઘવારી પર વિપક્ષના સવાલોનો જવાબ આપી રહ્યા હતા, કે ત્યારે કોંગ્રેસના સાંસદ ગૃહ છોડીને ચાલ્યા હતા. આના પર નાણામંત્રીએ કહ્યું કે, પહેલા તો મોંઘવારી પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે સરકાર આના પર જવાબ આપે છે તો વિપક્ષ ગૃહ છોડીને જઇ રહી છે. આ દરમિયાન નાણામંત્રી પ્રહાર કરતી જોવા મળી.

કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે સરકાર પર દેવું GDPનું 56.9 ટકા છે. IMFના ડેટા અનુસાર, ભારત બીજા દેશોની તુલનાએ ઘણી સારી સ્થિતિમાં છે, જ્યાં સરેરાશ સરકાર પર દેવું GDPનું 86.9 ટકા છે. વિપરીત પરિસ્થિતિ છતા 2 વર્ષમાં ભારતે વિશ્વ બેન્ક, IMF અને બીજી વૈશ્વિક સંસ્થાઓ દ્વારા વિશ્વના વિકાસ દર અને ભારતના વિકાસ દર અંગે અનેક વખત આંકલન છે. નાણામંત્રીએ કહ્યું, મહામારી, બીજી લહેર, ઓમિક્રોન, રશિયા-યુક્રેન (યુદ્ધ), આજે પણ ચીનમાં પુરવઠાના સૌથી મોટા ઘટકો લોકડાઉન હેઠળ છે. તેમ છતાં અમે ફુગાવાને 7% અથવા તેનાથી નીચે સારી રીતે રોકી રાખ્યો છે, તેને માનવું પડશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને નિવેદનનો હવાલો આપ્યો. નાણામંત્રીએ કહ્યું કે, RBIએ સારું કામ કર્યું. રઘુરામ રાજને શનિવારે જ કહ્યું. મોદી સરકારે દેવું ઓછું રાખવાનું સારું કામ કરી રહી છે, આ પણ રાજને કહ્યું છે. આપણી પાસે પર્યાપ્ત મુદ્રા ભંડાર છે. આપણે પાકિસ્તાન અને શ્રીલંકા જેવી પરિસ્થિતિમાંથી નથી પસાર થઇ રહ્યા. નાણામંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશ, શ્રીલંકા સાથે તુલના કેમ કરો છો અમેરિકા સાથે કરો. હું કહું છું યોગ્ય છે કે અમેરિકા સાથે તુલના કરીએ. યૂએસમાં વર્ષ 2018-19માં તેમની બેલેન્સ શીટમાં સેન્ટ્રલ બેન્કનું જીડીપી 20 ટકા, 2019-20માં 19 ટકા, 2020-21માં 35 ટકા અને 21-22માં 38 ટકા રહ્યું.

નાણામંત્રીએ કહ્યું- ભારતમાં અનુસૂચિત વાણિજ્યક બેંકના ગ્રોસ NPA 2022માં 6 વર્ષમાં સૌથી નિચલા સ્તરે 5.9 ટકા પર છે. ચીનની 4000 બેંક દેવાળું ફૂંકવાની કગાર પર છે, પરંતુ ભારતમાં NPA ઓછા થઇ રહ્યા છે. સંસદમાં નાણામંત્રીએ મંદી અંગે કહ્યું કે, ભારતમાં મંદી આવવાનો સવાલ જ નથી. તેમણે આંકડા ગણાવતા કહ્યું કે, અમેરિકાની GDPમાં બીજા ત્રિમાસિકમાં 0.9 ટકા ઘટાડો નોંધાયો અને પહેલા ત્રિમાસિકમાં 1.6 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જેને અનૌપચારિક મંદીનું નામ આપ્યું.

મોંઘવારી મુદ્દે સંસદમાં આજે નાણામંત્રીએ વિપક્ષના સવાલોનો જવાબ આપ્યો. તેમણે શરૂઆત હિંદમાં કરી. તેમણે કહ્યું કે, આજે મારું ભાષણ થોડું રાજકીય હશે પરંતુ તમારે સાંભળવું પડશે. જવાબ સાંભળીને તમે એ નહીં કહી શકો કે આ રાજકીય ભાષણ કરી રહ્યા છે. જો ભાષણ વચ્ચે કોઈ અડચણ આવે છે તો મને કોઈ ફરક નહીં પડે.

મોંઘવારી પર બોલતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું કે આપણે જોવું પડશે કે દુનિયામાં શું થઇ રહ્યું છે ભારત દુનિયામાં શું સ્થાન ધરાવે છે. વિશ્વએ આવી મહામારીનો સામનો પહેલા ક્યારેય નથી કર્યો. મહામારીથી બહાર આવવા માટે તમામ પોતાના સ્તરે કામ કરી રહ્યા છે, એટલા માટે હું ભારતના લોકોને આનો શ્રેય આપું છું.

(10:35 pm IST)