Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોના : ૨૪ કલાકમાં ૭૮૩૫૭ કેસ : ૧૦૪૫ના મોત : કુલ કેસ ૩૭ લાખ ઉપર

દેશમાં ૨૯ લાખથી વધુ લોકો સાજા થયા : કુલ ટેસ્ટીંગ ૪.૪૩ કરોડ ઉપર : ગઇકાલે ૧૦ લાખથી વધુનું ટેસ્ટીંગ : દેશનો કુલ મુત્યુઆંક ૬૬૩૩૩

નવી દિલ્હી તા. ૨ : ભારતમાં કોવિડ-૧૯ના કેસ ૩૮ લાખને પાર કરી ચૂકયા છે. આજે ફરી એક વખત કોરોના સંક્રમણના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે એક જ દિવસ ૭૮૩૫૭ નવા કેસ સામે આવ્યા છે. જો કે સારી વાત એ છે કે સંક્રમણથી સાજા થનારાની સંખ્યા ૨૯ લાખથી વધુ થઇ ગઇ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર ૨૪ કલાકમાં ૧૦૪૫ લોકોના મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધીને ૬૬૩૩૩ થઇ છે. દેશમાં સંક્રમણના કેસ વધીને ૩૭,૬૯,૫૨૪ થયા છે. જેમાંથી ૮,૦૧,૨૮૨ લોકોની સારવાર ચાલી રહી છે અને ૨૯,૦૧,૯૦૯ લોકો સારવાર બાદ સાજા થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨,૩૬૭ નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. આ સાથે કુલ ટેસ્ટીંગની સંખ્યા ૪૪૩૩૭૨૦૧ની થઇ છે.

કોરોના સંક્રમણના હિસાબથી પૂણે દેશનું સૌથી વધુ સંક્રમિત દેશ બન્યું છે. ૧.૭૫ લાખથી વધુ સંક્રમિતો સાથે પૂણેએ દિલ્હીને પાછળ છોડી દીધું છે. ઓગસ્ટના પ્રારંભે શહેરોની યાદીમાં પાંચમાં સ્થાને હતું પરંતુ એક જ મહિનામાં ત્યાં ૮૩ હજાર નવા દર્દીઓ આવી ગયા છે.

મહારાષ્ટ્રમાં સંક્રમિતોની આંકડો ૮ લાખ ઉપર પહોંચી ગયો છે. હવે રાજ્યમાં ૮,૦૮,૩૦૬ લોકો સંક્રમિત છે અને ૨૪૩૦૯ લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોનાથી મરનારામાં ૯૦ ટકાની ઉંમર ૪૦થી વધુઃ ૬૯ ટકા પુરૂષ

ભારતમાં મૃત્યુ દર ભલે ઓછો પરંતુ ૬૬ હજારથી વધુના મોત થયા : વિશ્લેષણ અનુસાર મૃતકોમાં મહિલાઓની અપેક્ષાથી પુરૂષોની સંખ્યા બમણાથી વધુ છે : કુલ મૃતકોમાંથી ૬૯ ટકા પુરૂષો છે : ઉંમરના હિસાબથી જોઇએ તો મૃતકોમાં ૯૦ ટકાની ઉંમર ૪૦થી વધુ છે : ૨૨ ઓગસ્ટ સુધી કોરોનાને કારણે મરનાર ૫૬૨૯૨ લોકોમાંથી અડધાથી વધુની ઉંમર ૫૦ થી ૭૦ની વચ્ચે હતી : મૃતકોમાં સૌથી વધુ ઉંમર ૬૧ થી ૭૦ની વચ્ચે હતી જેમાં મહિલાઓ અને પુરૂષો સામેલ છે : ૨૦ વર્ષ સુધીની ઉંમરમાં કુલ મૃતકો ૫૯૯ માંથી છોકરા અને છોકરીઓની સંખ્યા બરાબર છે : ૧૧ થી ૨૦ વર્ષમાં મૃતકોમાં ૪૯ ટકા છોકરીઓ છે : કોવિડને કારણે મૃતકોમાં સૌથી ઓછી સંખ્યા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની છે : ૯૦ વર્ષથી વધુની ઉંમરના ૩૦૧થી વધુ લોકોના મોત થયા છે

(11:02 am IST)