Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ટુંક સમયમાં મોબાઇલ ફોન બીલમાં વધારો ઝીંકાશે

એરટેલ અને વોડાફોને માર્ચ સુધીમાં જંગી રકમ એજીઆર પેટે ચુકવવાની છે : બોજો ગ્રાહકો ઉપર લાદશે

નવી દિલ્હી તા. ૨ : ટુંક સમયમાં મોબાઇલ ટેરીફના ભાવો વધે તેવી શકયતા છે. ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ આવતા ૭ મહિનાની અંદર એજીઆરના ૧૦ ટકા રકમ ભરવાની રહે છે. સુપ્રીમ કોર્ટે કંપનીઓને ૩૧ માર્ચ પહેલા ૧૦ ટકા રકમ ભરવા કહ્યું છે ને બાકીની રકમ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં ૧૦ હપ્તે ભરવા કહ્યું છે. વોડાફોન અને આઇડીયા ટેરીફમાં ૨૭ ટકાનો વધારો કરે તેવી શકયતા છે.

આનો અર્થ એ થયો કે ભારતી એરટેલે ૨૬૦૦ કરોડ અને વોડાફોન આઇડિયાએ માર્ચ સુધીમાં રૂપિયા ૫ હજાર કરોડ આપવાના થાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રકમ ભરવા તેઓ ગ્રાહકો ઉપર બોજો લાદે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીઓ ૧૦ ટકા ટેરીફ વધારો કરે તેવી શકયતા છે. છેલ્લે ડિસેમ્બર ૨૦૧૯માં ૪ વર્ષમાં પહેલીવાર ૪૦ ટકા જેટલા ચાર્જીશ ઓપરેટરોએ વધાર્યા હતા.

(11:05 am IST)