Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

૩ દિવસમાં ૩ વખત ચીની સેનાએ કરી ઘૂસણખોરી

ભારતીય સેનાએ દરેક વખતે ખદેડી મૂકયાઃ સરહદે તનાવ યથાવત

નવી દિલ્હી તા. રઃ લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે સતત તનાવની સ્થિતિ પેદા થયેલી છે. છેલ્લા ત્રણ દિવસોમાં ત્રણ વાર ચીને વિવિધ વિસ્તારોમાં ઘુસણખોરીના પ્રયત્નો કર્યા છે. એક બાજુ ચીન વાતચીતનું નાટક કરી રહ્યું છે તો બીજી બાજુ ઘુસણખોરી કરીને તેમનો અસલી ચહેરો દેખાઇ રહ્યો છે પરંતુ ભારતીય સેનાના જવાનોએ દરેક વખતે ચીનના પ્રયત્નોને નિષ્ફળ બનાવી દીધી છે.

છેલ્લા કેટલાક દિવસથી હવે ભારત અને ચીનનાં હાલના વિવાદને પહોંચી વળવા માટે બ્રિગેડિયર કમાન્ડર લેવલની વાત થઇ રહી હતી ત્યારે ચીને ચુમાર વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયત્નો કર્યા સુત્રોના જણાવ્યા મુજબ, ચીન દ્વારા ૭-૮ મોટા વાહનો ભારતીય સીમા તરફ આવવા લાગ્યા પરંતુ ચેપૂંજી કેમ્પની પાસે જયાં ભારતીય સેના જવાન પહેલાથી તેમને જડબાતોડ જવાબ આપ્યો.

હવે ભારતીય સેના તરફથી આ વિસ્તારમાં તેમના જવાનો અને સૈનિકોને તૈનાત કરી દીધા છે ચીની સેનાની સતત ઉપસાવતી ઘટના બાદ ભારતીય સેના હાલમાં હાઇએલર્ટ પર છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રયત્ન પહેલા પણ ર૯-૩૦ ઓગષ્ટની રાતે અને ફરી ૩૧ ઓગસ્ટની રાતે ચીન દ્વારા ઘુસણખોરીના પ્રયત્નો કરવામાં આવ્યા છે જયારે ચીની જવાને ઘુસણખોરીના પ્રયત્નો કર્યા ત્યારે ભારતીય જવાનોએ તેમના જોયા અને મેગાફોન પર જ ચેતવણી આપી દીધી. ત્યારબાદ ચીની ઉંભી પૂંછડીએ ભાગ્યા.

(11:37 am IST)