Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

એશિયામાં કોરોનાથી ભારતને સૌથી વધુ અસર : ચરમસીમા આવવાનું તો હજુ બાકી

નવી દિલ્હી, તા. ર :  કોરોના મહામારીથી એશિયામાં સૌથી વધુ અસર ભારતને થઇ છે. ઇન્ડીયન પબ્લીક હેલ્થ એસોસીએશન (આઇપીએચએ)ના નિષ્ણાંતો અનુસાર દુનિયાભરમાં રોજ આવતા નવા કેસોમાં ૩૦ ટકા અને મોતમાં ર૬ ટકા એકલા ભારતમાં થાય છે. જો કે તેમનું એમ પણ કહેવું છે કે દેશમાં હજુ કોરોનાનું ચરમ આવવાનું બાકી છે. ભારતમાં કોરોના મહામારી અંગેના ત્રીજા સંયુકત બયાનમાં વિખ્યાત આરોગ્ય નિષ્ણાંતોની ટાસ્કફોર્સ કહ્યું છે કે ભારતમાં કોરોના દર્દીઓના સાજા થવાનો દર પ્રભાવશાળી છે અને મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે.

આઇ.પી.એચ.એ અને ઇન્ડીયન એસોસીએશન ઓફ પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડીસીન (આઇ.એ.પી.એસ.એમ.) એ આ વર્ષે એપ્રિલમાં જાહેર આરોગ્યના નિષ્ણાંતોને સામેલ કરીને એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ ટાસ્કફોર્સનું કામ દેશમાં કોરોના મહામારીના પ્રસારને રોકવાના ઉપાયો કેન્દ્ર સરકારને સુચવવાનું અનલોક પછીના બે મહિનામાં દેશમાં રોજ આવતા નવા કેસોમાં જોરદાર વધારો થયો છે.

પાંચ જુને એક દિવસમાં ૯૪૭ર નવા કેસ આવ્યા હતા તેની સરખામણીમાં ર૩ ઓગસ્ટે ૬૧૭૯ નવા કેસો આવ્યા. કોરોના મહામારીના કારણે બીજા રોગો પર પણ પુરતું ધ્યાન નથી અપાતુ. આખો આરોગ્ય વિભાગ કોરોના સંક્રમિતોના ઉપચારમાં લાગેલો છે. તેના લીધે અન્ય રાષ્ટ્રીય આરોગ્ય યોજનાઓ પર બહુ ઓછુ ધ્યાન અપાઇ રહ્યું છે.

(11:42 am IST)