Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અર્થવ્યવસ્થાનું ઉગરવું અઘરૂ

ર૦ર૦-ર૧માં માઇનસ ૧૦.૯ સુધી જઇ શકે છે વિકાસદર

નવી દિલ્હી તા.ર : કોરોના મહામારી અને લોકડાઉનના ફટકાથી ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ઉગારવી અઘરી  છે. એસબીઆઇએ મંગળવારે જાહેર  કરેલ રિપોર્ટમાં જણાવ્યું છે કે પહેલા ત્રિમાસીક વિકાસદરમાં થયેલ ઘટાડો આગળ પણ ચાલુ  રહેશે અનેર૦ર૦-ર૧માં જીડીપીનો વાસ્તવિક વૃધ્ધિ દર શૂન્યથી ૧૦.૯ટકા નીચે રહેવાનો અંદાજ છે.

સરકારે સોમવારે જીડીપીના આંકડા બહારપાડીને જણાવ્યું હતું કે પહેલા ત્રિમાસીક વિકાસ દર માઇનસ ર૩.૯ ટકા રહયોછે. આ પહેલા ઇકોરેપ રીપોર્ટમાંચાલુનાણાકીય વષર્મા વિકાસ દરમાં ૬.૮ ટકા ઘટાડાનો અંદાજ હતો. એસબીઆઇરિસર્ચે કહયુ કે અમારોપ્રાથમિક અંદાજ છે કે જીડીપી વૃધ્ધિ દર ત્રિમાસીકમાં નેગેટીવ રહેશે. બીજા ત્રિમાસિકમાં પણ વિકાસ દર માઇનસ ૧ર થી ૧પ રહી શકે છે. જયારે ત્રીજા ત્રિમાસીકમાં તે માઇનસ પ થી ૧૦ટકા અને ચોથા ત્રીમાસીકમાં માઇનસ ર થી પ ટકારહેવાનું અનુમાન છે. આ રીતે જોવા જઇએ તો આખા નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃધ્ધિ દર માઇનસ ૧૦.૯ ટકા રહી શકે છે.

એસબીઆઇ રિસર્ચમાં કહેવાયું છે કે પહેલા ત્રિમાસીકમાં રેકોર્ડ ઘટાડાનું સૌથી મોટુ કારણ ખાનગી વપરાશમાં ઘટાડો છે.આના કારણે રોકાણમાં પણ માંગ ન વધી શકી.

(12:51 pm IST)