Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

''ઇજાગ્રસ્ત'' અર્થવ્યવસ્થા માટે અનલોકથી આશાઓ જાગીઃ કારખાનાઓ થયા ધમધમતા, કારોનું વેચાણ પણ વધ્યું

નવી દિલ્હી,તા.૨ : લોકડાઉનમાં દેશમાં વિકાસની ગતિમાં ભલે ઐતિહાસીક ઘરડો દેખાયો હોય પણ અનલોક સાથે જ અર્થવવ્યવસ્થા ફરીથી પાટે ચડવાની કોશીષ કરી રહી છે. ઓગષ્ટ મહીનાના આંકડાઓ આ દર્શાવે છે. પાંચ મહીનામાં પહેલીવાર મેન્યુફેકચરીંગ સેકટર ગ્રોથ વધ્યો છે તો ગાડીઓનું વેચાણ પણ વધ્યુ છે. ધંધાકીય ગતિવિધીઓ માટે જરૂરી વીજમાંગ  પણ લગભગ ગયા વર્ષ જેટલી થઇ ગઇ છે.

મેન્યુફેકચરીંગ ગ્રોથ બતાવતો ઇન્ડેક્ષ માર્ચ પછી પહેલી વાર ૫૦ પોઇન્ટ વધ્યો છે. ઓગષ્ટમાં તે ૫૨ ૫ોઇન્ટ રહ્યો. આ ઇન્ડેક્ષમાં ૫૦ પોઇન્ટ વધવાનો મતલબ કે કારખાનાઓમાં ગતિવિધીઓ વધી છે. ઓગષ્ટમાં ગાડીઓના વેંચાણમાં પણ વધારો થયો છે. મારૂતિની કારો જુલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં ૧૫.૩ ટકા વધુ વેચાઇ હતી. હુંડાઇ અને હોંડાનું વેચાણ પણ વધ્યું. ટ્રેકટર્સ બનાવતી એસ્કોર્ટના વેચાણમાં તો ૮૦.૧૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો.

દેશમાં ઓગષ્ટ ૨૦૨૦માં વીજળીનો કુલ વપરાશ ૧૧૦.૫૭ અબજ યુનિટ થયો જે ગયા વર્ષના આ મહિનાના ૧૧૧.૫૨ અબજ યુનિટથી ૦.૮૫ ટકા જ ઓછો હતો. તે પણ દેશમાં આર્થિક ગતિવિધીઓ વધવાનો સંકેત છે. જો કે જીએસટીનું ફલેકશન ઘટ્યુંછે. ઓગષ્ટમાં તે ૮૬૪૪૯ કરોડ રહ્યું છે જે ગયા વર્ષના આ મહિનાના કલેકશનના ૮૮ ટકા જેટલુ છે.

(12:51 pm IST)