Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

દિલ્હી-અમદાવાદ બીજી બુલેટ ટ્રેન પરિયોજનાનો પ્રારંભ થશે

NHSRCLના પ્રવકતા સુષમા ગૌડે આપી જાણકારી

નવી દિલ્હી, તા. ર :  રાષ્ટ્રીય હાઇસ્પીડ રેલ્વે નિગમ લીમિટેડ દિલ્હીથી અમદાવાદ સુધી ૮૮૬ કિ.મી. લાંબી દેશની બીજી બુલેટ ટ્રેન પરિયોજનાની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરવા માટે આંકડા એકત્ર કરવા માટે આજે નોટીફીકેશન જાહેર કરાઇ છે.

એન.એચ.એસ. આર.સી.એલ.ના પ્રવકતા સુષમા ગૌડે આજે એ જાણકારી આપી દિલ્હીથી જયપુર અને ઉદયપુરના રસ્તે અમદાવાદ સુધીના  આ કોરીડોર માટે વિસ્તૃત પરીયોજના રીપોર્ટ બનાવાના કારણે ત્રણ અલગ -અલગ ક્ષેત્રો માટે આંકડા એકત્રિત કરવા  માટે  એજન્સીઓની પસંદગી માટે અરજી કરવાની અંતિમ તિથી ર૧ સપ્ટેમ્બરથી  ર૮ સપ્ટેમ્બર સુધી છે.

સુત્રોના જણાવ્યા મુજબ પરિયોજના માટે માર્ગના નિર્માણ, પુલો,આરઓબી, અંડર પાસ, એકસપ્રેસ-વે ક્રોસિંગ વગેરે, વાહન વ્યવહાર તેમજ આવકના  અંદાજ વિશે આંકડા એકત્ર કર્યાબાદ પરિયોજનાનો ખર્ચ નિર્ધારણ કરવામાં આવશે.

(4:05 pm IST)