Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વિશ્વના સૌથી મોંઘા ફુટબોલ ખેલાડી નેમારને કોરોના પોઝીટીવ :અન્ય બે સાથી ખેલાડીઓ પણ સંક્રમિત

અર્જેન્ટિનાના સાથી ખેલાડી એંજલ ડી મારિયા અને લિએંદ્રોને પણ કોરોના વળગ્યો

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કાળોકેર વર્તવ્યો છે બ્રાઝિલમાં મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા ઘણી જ વધારે છે ત્યારે બ્રાઝિલના સ્ટાર ફુટબોલ ખેલાડી કોરોનાની ચપેટમાં આવ્યા છે.

દિગ્ગજ ફુટબોલ ખેલાડી અને પેરિસ સેંટ જર્મન(પીએસજી)ના ફોરવર્ડ પ્લેયર નેમાર કોરોના વાઈરસથી સંક્રમિત થયાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેમાર દુનિયાના સૌથી મોંઘા ફુટબોલ ખેલાડી છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 28 વર્ષિય બ્રાઝિલના ખેલાડી નેમાર સાથે તેમના અર્જેન્ટિનાના સાથી ખેલાડી એંજલ ડી મારિયા અને લિએંદ્રો પણ કોરોના સંક્રમિત થયાં છે.

Attachments area

(12:22 am IST)