Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પંજાબમાં પાર્ટીના વિવાદ પર કન્હૈયાકુમારે કહ્યું - પીએમ મોદી અને મંત્રી નિતિન ગડકરી વચ્ચે મતભેદો પર ચર્ચા કેમ નહીં ?

કન્હૈયા કુમારે કહ્યુ કે સૌથી જૂની પાર્ટીને બચાવ્યા વગર દેશને નથી બચાવી શકાતો

નવી દિલ્હી: તાજેતરમાં લેફ્ટથી સેન્ટરમાં આવેલા કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે કહ્યુ છે કે માત્ર આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી સામે લડી શકે છે. રાહુલ ગાંધીની હાજરીમાં  કોંગ્રેસમાં જોડાનારા જેએનયુ વિદ્યાર્થી યૂનિયનના પૂર્વ અધ્યક્ષે પંજાબમાં પાર્ટીના વિવાદ પર પોતાની વાત રાખી છે અને ભાજપનું ઉદાહરણ આપીને પૂછ્યુ કે પીએમ મોદી અને રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી વચ્ચે મતભેદો પર કેમ વાત નથી થતી.

કન્હૈયા કુમારે કહ્યુ, “કોંગ્રેસ ચાંદની જેમ છે. કેટલીક વખત આ વધેલુ જોવા મળે છે પરંતુ આ હોતુ નથી. છતા પણ ભાજપ સામે લડવા માટે આ એકમાત્ર વિકલ્પ છે.”

પંજાબ કોંગ્રેસમાં ઝઘડા અને જી-23 નેતાઓના અસંતોષ પર યુવા નેતાએ કહ્યુ, “પરિવારમાં હંમેશા કેટલાક મુદ્દા અને ફરિયાદ હશે પરંતુ જો એક તરફ ભાજપ છે તો બીજી તરફ માત્ર કોંગ્રેસ છે. શું પીએમ મોદી અને નિતિન ગડકરી વચ્ચે મતભેદોને નજરઅંદાજ કરવામાં આવે છે.”

2024 લોકસભા ચૂંટણીમાં વિપક્ષના ચહેરાને લઇને કન્હૈયા કુમારે કહ્યુ, “લોકો નક્કી કરશે કે પીએમ મોદીના વિરોધમાં તે મમતા બેનરજીને પોતાનો નેતા ઇચ્છે છે અથવા રાહુલ ગાંધીને”

કોંગ્રેસની સભ્યતા લેતા સમયે કન્હૈયા કુમારે કહ્યુ હતુ કે સૌથી જૂની પાર્ટીને બચાવ્યા વગર દેશને નથી બચાવી શકાતો. કન્હૈયા કુમારે કોંગ્રેસને સૌથી જૂની પાર્ટી સિવાય તેને સૌથી વધુ લોકતાંત્રિક પણ ગણાવ્યા હતા.

(12:00 am IST)