Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરીથી વધારો

નવી દિલ્હી વર્ષની શરૂઆતથી સરકારી ઓઇલ કંપનીઓ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો કરી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી દેવામાં આવી છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૮.૯૪ રૂપિયા થઈ છે. જયારે ડીઝલની કિંમત ૯૭.૪૭ રૂપિયા છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૨૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ દેશના અનેક શહેરમાં પેટ્રોલની કિંમત હવે ૧૧૦ રૂપિયાને પાર થઈ ગઈ છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલમાં ૨૫ પૈસા જયારે ડીઝલમાં ૩૦ પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. આંકડા જોઈએ તો સૌથી મોંદ્યુ પેટ્રોલ મધ્ય પ્રદેશના સિવની (૧૧૩.૨૮ રૂપિયા પ્રતિ લીટર) અને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં (૧૧૩.૦૧ રૂપિયા પ્રતિ લીટર) વેચાઇ રહ્યું છે.

દિલ્હી પેટ્રોલ ૧૦૨.૧૪ રૂપિયા અને ડીઝલ ૯૦.૪૭ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ પેટ્રોલ ૧૦૮.૧૯ રૂપિયા અને ડીઝલ ૯૮.૧૬ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈ પેટ્રોલ ૯૯.૮૦ રૂપિયા અને ડીઝલ ૯૫.૦૨ રૂપિયા પ્રતિ લીટર,કોલકાતા પેટ્રોલ ૧૦૨.૭૭ રૂપિયા અને ડીઝલ ૯૩.૫૭ રૂપિયા પ્રતિ લીટર, અમદાવાદ - પેટ્રોલ ૯૮.૯૪ રૂપિયા અને ડીઝલ ૯૭.૩૫ રૂપિયા પ્રતિ લીટર, સુરત - પેટ્રોલ ૯૮.૭૯ રૂપિયા અને ડીઝલ ૯૫.૭૬ રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ - પેટ્રોલ ૯૮.૬૪ રૂપિયા અને ડીઝલ ૯૭.૨૦ રૂપિયા પ્રતિ લીટર વડોદરા - પેટ્રોલ ૯૮.૪૮ રૂપિયા અને ડીઝલ ૯૭.૦૧ રૂપિયા પ્રતિ લીટર

નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ચૂકયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

(11:43 am IST)