Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મેં ભારતની કોવિશિલ્ડના બે ડોઝ લીધા છે : યુનાઈટ નેશન્સની મહાસભાના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ

રસી બાબતે યુનોના અધ્યક્ષનો ઉત્તર : કઈ રસીને માન્યતા મળવી જોઈએ તે અંગેનો નિર્ણય આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિ કરે તે જ વધારે યોગ્ય

યુનો, તા. : યુનાઈટ નેશન્સની મહાસભાના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદનુ કહેવુ છે કે, મને ભારતમાં બનેલી કોવિશિલ્ડના બે ડોઝ મળ્યા છે અને હું જીવતો પણ છું.

ઉલ્લેખનીય છે કે, બ્રિટિન અને સ્વીડનની દવા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસાવવામાં આવેલી કોવિશીલ્ડ રસીનુ ઉત્પાદન ભારતના પૂણે ખાતે આવેલા સીરમ ઈન્સ્ટિટયુટમાં થાય છે.

કોરોનાની કઈ રસીને માન્યતા આપવી જોઈએ તેવા સવાલના જવાબમાં યુએન જનરલ એસેમ્બલીના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદે કહ્યુ હતુ કે, બહુ ટેકનિકલ સવાલ છે. મને ભારતમાં બનેલી કોવિશીલ્ડનો ડોઝ લાગેલો છે. મેં બંને ડોઝ લીધા છે. મને નથી ખબર કે કેટલા દેશ રસી સ્વીકાર્ય છે તેવુ કહેશે પણ રસી ઘણા દેશોને મળેલી છે.

તેમણે હસતા હસતા કહ્યુ હતુ કે, રસી લીધા બાદ હું જીવતો છું પણ કઈ રસીને માન્યતા મળવી જોઈએ તે અંગેનો નિર્ણય આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિ કરે તે વધારે યોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે, મહાસભાના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ માલદીવના છે. ભારતે માલદીવ સહિતના દેશોને કોવિશીલ્ડ રસી પૂરી પાડી હતી.માલદીવ જાન્યુઆરીમાં ભારત પાસેથી રસી મેળવનાર દેશ બન્યો હતો. જ્યાં એક લાખ ડોઝ મોકલવામાં આવ્યા હતા.

(7:59 pm IST)