Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ભારતની સ્વદેશી કોવૈક્સિન બનશે વૈશ્વિક : WHOની મંજૂરી મળશે

ભારત બાયોટેકે વિશ્વ આરોગ્ય સંગઠનમાં વેક્સિન સંબંધિત તમામ ડેટા પૂરા પાડી દીધા: કોવિડ ટાસ્ક ફોર્સના ચેરમેન ડોક્ટર નવનીત વિગે જાણકારી આપી

નવી દિલ્હી :  કોવૈક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકે વિશ્વ આરોગ્ય સંગઠનમાં વેક્સિન સંબંધિત તમામ ડેટા પૂરા પાડી દીધા છે અને સંગઠને તેની સમીક્ષા પણ કરી લીધી છે. વિગે કહ્યું કે ડેટાની સમીક્ષા બાદ કોવૈક્સિની મંજૂરી હવે ઝાઝી ન રોકાવી જોઈએ તેવું અમારુ માનવું છે. કારણ કે વિશ્વને હાલમાં કૌવેક્સિનની તાતી જરુર છે, વિશ્વના ઘણા દેશોને હજુ વેક્સિન મળી પણ નથી. તેથી કોવૈક્સિનને વૈશ્વિક મંજૂરી મળે તે અમારે ખાતરી રાખવી પડશે.

તેમણે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન ટૂંક સમયમાં આ કૌવેક્સિનને મંજૂરી આપી દેશે કારણ કે આ એક કિલ્ડ વેક્સિન છે કારણ કે તેને બીજા દેશોએ કોઈ અલગ નામથી મંજૂરી તો આપેલી જ છે.

આ પહેલા પણ WHOની ચીફ સાયન્ટિસ્ટ ડો. સ્વામિનાથને ક્હ્યું હતું કે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી યૂઝ માટેના લિસ્ટમાં સામેલ કરી શકાય છે અને તેના માટે 4-6 અઠવાડિયાનો સમય લાગી શકે છે. આ રીતે EULમાં સામેલ કરી શકાય છે કોઈ પણ વેક્સિનને
ડો. સ્વામીનાથને કહ્યું હતું કે ઈમરજન્સી લિસ્ટમાં વેક્સિનને સામેલ કરતા પહેલા એક પ્રોસેસને ફોલો કરાય છે. તેના આધારે કંપનીના ટ્રાયલના 3 તબક્કા પૂરા થયા હોવા જરૂરી છે. આ પછી ડબલ્યૂએચઓના નિયામક વિભાગને ડેટા સબમિટ કરવાનો રહે છે અને એક્સપર્ટ એડવાઈઝરી ગ્રૂપ તપાસ કરે છે અને પછી તેના માનક અને ગુણવત્તાની ચકાસણી કરાય છે.

(8:44 pm IST)