Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતની પુરુષ ટીમે વિશ્વની બીજી ક્રમાંકિત ટીમ જર્મનીને 3-1થી હરાવ્યું

ભારતના જી સાથિયાને તેની બંને મેચ જીતી લીધી:ભારતે પ્રથમ ગ્રુપ મેચમાં ઉઝબેકિસ્તાન સામે 3-0 થી જીત મેળવી હતી

ભારતીય ટેબલ ટેનિસ પુરુષ ટીમે રવિવારે ચીનમાં ચાલી રહેલી વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં જર્મનીને 3-1 થી હરાવતાં મોટી અપસેટ જીત મેળવી હતી. જી સાથિયાનના નેતૃત્વમાં ભારત હાલમાં બે ગ્રુપ મેચ બાદ ફ્રાન્સ સાથે ગ્રુપ 2 માં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.

  ભારતીય પુરૂષ ટીમે તેની પ્રથમ ગ્રુપ મેચમાં ઉઝબેકિસ્તાન સામે 3-0 થી જીત મેળવી હતી. જી સાથિયાન એ તેની બંને મેચ જીતી હતી જ્યારે ગુજરાતના માનવ ઠક્કરે પણ તેની મેચ જીતી હતી. માનવે તેની મેચ જીતી ભારતને 2-1 ની લીડ અપાવી હતી.

   સાથિયાને ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવી તેની બંને મેચોમાં વિશ્વની બીજી ક્રમાંકિત ટીમ જર્મની સામે જીત મેળવી હતી. સાથિયાને બેનેડિક્ટ દૂદા સામે 3-2 થી જીત મેળવી હતી. સાથિયાને પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ બાકીના ત્રણ સેટ જીત્યા હતા. સાથિયાને 11-13, 4-11,11-8,11-4,11-9 થી જીત મેળવી હતી. સાથિયાને બીજી મેચમાં ડેંગ ક્યૂને 3-2 થી હરાવ્યો હતો. સાથિયાને 10-12,7-11,11-8,11-8,11-9 થી જીત મેળવી હતી. સાથિયાન બંને મેચની શરૂઆતમાં 0-2 થી પાછળ હતો પરંતુ બંને મેચમાં શાનદાર વાપસી કરી સાથિયાન વિશ્વની 17માં ક્રમાંકિત ટીમ ભારતને પ્રખ્યાત જીત અપાવવામાં સફળ રહ્યો હતો.

(7:35 pm IST)