Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જો પ્રીમિયમ સમયસર ચુકવ્યું ન હોય તો ઈન્સ્યુરન્સ કલેઇમ રદ થવા પાત્ર છે : ઈન્સ્યુરન્સ પોલીસીની શરતોનું પાલન થવું જરૂરી : સુપ્રીમ કોર્ટ

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજરોજ આપેલા એક ચુકાદામાં જણાવ્યું છે કે જો પ્રીમિયમ સમયસર ચુકવ્યું ન હોય તો ઈન્સ્યુરન્સ કલેઇમ રદ થવા પાત્ર છે . વીમો લેનાર તથા આપનાર વચ્ચે  ઈન્સ્યુરન્સ પોલીસીમાં નક્કી કરાયેલી શરતોનું પાલન થવું જરૂરી છે.

અરજદારે કરેલી પિટિશન મુજબ તેના પતિએ એલ.આઈ.સી.ની જીવન સુરક્ષા સ્કીમમાં વીમો લીધો હતો.જેમાં મળવાપાત્ર વિમાની રકમ 3 લાખ 75 હજાર રૂપિયા ઉપરાંત તેટલી જ રકમ અકસ્માત થાય તો આપવાની થતી હતી.અરજદાર મહિલાના પતિનું અકસ્માતે અવસાન થતા તેણે વિમાની રકમ 3 લાખ 75 હજાર રૂપિયા તથા અકસ્માતે મળવા પાત્ર તેટલી રકમનો ક્લેમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ડબલ રકમ ચુકાવવાને બદલે 3 લાખ 75 હજાર રૂપિયા ચુકવતા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

સામે પક્ષે વીમા કંપનીના એડવોકેટે જણાવ્યું હતું કે અકસ્માત સમયે વીમો લેનારે પ્રીમિયમ ચુકવ્યું ન હોવાથી તેની પોલિસી લેપ્સ થઇ ગઈ હતી.તેથી ડબલ રકમ ચૂકવી ન શકાય . જે માટે તેણે વીમા પોલિસીની કલમ નં 11 ટાંકી હતી.નામદાર કોર્ટે વીમા કંપનીની દલીલ માન્ય રાખી ડબલ રકમ ચુકવવાની માંગણી ઠુકરાવી હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)