Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાજ્યસભામાં હંગામોઃ માર્શલ બોલાવી ૩ સાંસદોને બહાર કઢાયાઃ સસ્પેન્ડ કરી દેવાયા

ખેડૂત આંદોલન મુદ્દે ભારે નારેબાજી થઈઃ ગૃહ થોડા સમય માટે મોકુફ

નવી દિલ્હી, તા. ૩ :. નવા કૃષિ કાનૂનને લઈને દિલ્હીમાં ૭૦ દિવસથી આંદોલન ચાલુ છે. કાતીલ ઠંડી વચ્ચે ખેડૂતોના મુદ્દે બજેટ સત્રમાં માહોલ ગરમાયો છે.

આજે રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દે હંગામો થયો છે. ગૃહમાં નારેબાજી કરનાર આપના ૩ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજે ગૃહ શરૂ થતા જ ખેડૂતોના મુદ્દે હંગામો શરૂ થયો હતો. આ દરમિયાન સભાપતિ નાયડુએ હંગામો કરી રહેલા ૩ સાંસદોને માર્શલ બોલાવી ગૃહની બહાર મોકલી દીધા હતા. આ સાંસદોના નામ છે સંજયસિંહ, સુશીલ ગુપ્તા અને એન.ડી. ગુપ્તા.

હંગામા બાદ ગૃહની બેઠક મોકુફ રાખવામાં આવી હતી.

(11:29 am IST)