Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

હાય...હાય...જેલોમાં દર ૧૦માંથી ૭ કેદી અંડરટ્રાયલ

ભારતીય જેલોમાં બંધ ૬૯ ટકા કેદી વિચારાધીન છેઃ તેઓ કેદમાં છે પરંતુ અદાલતથી સજા નથી મળીઃ ધીમી ન્યાય પ્રક્રિયા, સંશાધનોની અછતને કારણે પરાણે જેલમાં રહેવુ પડે છે : દેશમાં જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓઃ દિલ્હી સહિતની જેલોમાં ૧૦૦ની ક્ષમતા સામે ૧૭૫ કેદીઃ જેલોમાં અધિકારીઓની એક તૃત્યાંશ જગ્યાઓ ખાલીઃ ઈન્ડીયા જસ્ટીસ રીપોર્ટ

નવી દિલ્હી, તા. ૩ :. ભારતીય જેલોમાં બંધ ૬૯ ટકા કેદીઓ વિચારાધીન છે એટલે કે ભારતીય જેલોમાં બંધ દર ૧૦માંથી ૭ કેદી અંડરટ્રાયલ છે એટલે કે એ એવા કેદી છે જેમને અદાલત તરફથી સજા નથી મળી પરંતુ તેઓ જેલોમાં બંધ છે. આ કેદી ટ્રાયલ પક્રિયા પુરી કરવાની રાહ જોઈ રહ્યા છે. સંભાવના છે કે આમાથી અનેક કેદી છુટીને બહાર આવી જાય પરંતુ ધીમી ન્યાયીક પ્રક્રિયા, સંશાધનોની અછતને કારણે તેઓ પોતાની જીંદગી જેલમા ગુજારી રહ્યા છે.

આ તથ્ય ઈન્ડીયા જસ્ટીસ રીપોર્ટ ૨૦૨૦ના અભ્યાસમાં સામે આવી છે. આ રીપોર્ટ દેશના અલગ અલગ રાજયોની ન્યાય કરવાની ક્ષમતાનું વિશ્લેષણ કરે છે. ટાટા ટ્રસ્ટની ઈન્ડીયા જસ્ટીસ રીપોર્ટ ૨૦૨૦ ચાર શ્રેણીમાં સર્વેના આધાર પર તૈયાર કરવામાં આવેલ છે. આ શ્રેણી છે પોલીસ, ન્યાયપાલિકા, જેલ અને કાનૂની મદદ.

જસ્ટીસ ઈન્ડીયા રીપોર્ટ કરે છે કે ભારતમાં કુલ કેદીઓમાંથી બેતૃત્યાંશ દોષ સિદ્ધ થયા વગર જેલમાં કેદ છે. તેમના પર ન્યાયીક પ્રક્રિયા ચાલી રહી છે. કાનૂની ભાષામાં તેને વિચારાધીન કેદી કહેવાય છે. વિચારાધીન કેદી એવી વ્યકિત છે જેમને કેદમાં રાખવામાં આવેલ હોય અને તેઓ પોતાના અપરાધની પુષ્ઠી માટે કેસની રાહ જોતા હોય.

રીપોર્ટ અનુસાર ભારતીય જેલોમાં ૧૯ ટકા વધુ કેદીઓ છે જેલોમાં પણ ભીડભાડ છે. એટલે કે ક્ષમતાથી વધુ કેદી છે. ૨૦૧૬માં જેલ ઓકયુપન્સી રેટ ૧૧૪ ટકા હતો જે ૨૦૧૯મા વધીને ૧૧૯ ટકા થયો છે. ૩૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંડરટ્રાયલ કેદીઓની હિસ્સેદારી ૫૦ ટકાથી ઉપર છે. ૨૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૫ વર્ષથી વધુ સમયના વિચારાધીન કેદીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતની જેલમાં પ્રત્યેક દોષ સિદ્ધ કેદી પર બે અંડરટ્રાયલ કેદી છે. લોકડાઉનને કારણે થઈ રહેલ વિલંબ, વકીલો કોર્ટ સુધી ન પહોંચવાથી કેદીઓનો અધિકાર વધુ પ્રભાવિત થયો છે.

દેશમાં કેદીઓની સંખ્યા વધી છે. ૨૦૧૬માં ૪ લાખ ૩૩ હજાર ૩ કેદી હતા, જ્યારે ૨૦૧૯માં તે વધીને ૪૭૮૬૦૦ થયા છે. આ દરમિયાન જેલની સંખ્યા ઘટી છે. ૨૦૧૬માં ૧૪૧૨ જેલ હતી. જે હવે ઘટીને ૧૩૫૦ થઈ છે. જેનાથી ભીડ વધી છે.

આંકડાઓ અનુસાર દિલ્હીની જેલોમાં કેદીઓની સંખ્યા સૌથી વધુ ૧૭૫ ટકા છે. એટલે કે જેલોમાં ૧૦૦ કેદીઓ રાખવાની ક્ષમતા હોય ત્યાં ૧૭૫ કેદી છે. યુપીમાં આ ૧૬૮ ટકા છે.

જેલ અંગે એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. જેલોમાં સામાન્ય વસ્તીની સરખામણીમાં એચઆઈ વી, યોન સંક્રમણ રોગ, હેપાટાઈટીસ-બી અને સીનો પ્રસાર સામાન્ય વસ્તીની સરખામણીમાં ૨ થી ૧૦ ગણો વધુ છે.

જેલોમાં મોતનો આંકડો પણ વધી ગયો છે. ૨૦૦૧માં પ્રતિ ૧૦ લાખ મોતની સંખ્યા ૩૧૧.૮ હતી જે ૨૦૧૬મા વધીને ૩૮૨.૨ થઈ છે. ૨૦૧૯માં તે ૩૭૦.૮૭ થઈ છે.

જેલોમાં અધિકારીઓની સંખ્યા પણ ઓછી છે. ૩માંથી ૧ પદ ખાલી છે. ઉતરાખંડમાં ૭૫ ટકા જગ્યા ખાલી છે.

(11:30 am IST)